સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th July 2020

સાધુ શબ્દ કોષમાં સમાય તેવો શબ્દ નથી, તે અવ્યાખ્યાયિત છેઃ પૂ.મોરારીબાપુ

તલગાજરડામાં આયોજીત 'માનસ સાધુમહિમા' ઓનલાઇન શ્રીરામકથાનો પાંચમો ઘ્વિસ

રાજકોટ,તા.૮:પૂ.મોરારીબાપુના વ્યાસાસને શનીવારથી તલગાજરડા ખાતે શ્રી રામજી મંદિરે 'માનસ સાધુ મહિમા' શ્રી રામકથાનો પ્રારંભ થયો છે. આ કથાનો આજે પાંચમો દિવસ છે.

પૂ.મોરારીબાપુએ જણાવ્યું કે, આ જગતનાં ચોકમાં, રામજી મંદિર, દાદાજી અને માનસની સમીપ રહીને કહું છું કે, મારી નિષ્ઠા કર્મમાં નથી રહી, ગીતાજી કહે છે કે કર્મ વગર રહી જ ન શકાય. ઉઠવું, બેસવુ, ચાલવું, ખાવું, પીવું આ તમામ ક્રિયા કર્મ છે. કરવું પડશે, પણ સહજ થવાદો, કોઇ પણ સાધન કર્મ છે પણ કોઇ પણ સાધનથી કંઇ જ હાથ લાગવાનું નથી. મારી આત્માની અવાજ કહું છુ કે, કર્મમાં નિષ્ઠા નથી. અન વિવિધ પર્વો અસ્મિતાપર્વ, સંસ્કૃત પર્વ આદિ શરૂ થયા, બંધ થયા, ઘણાં દુઃખી થયા પણ એ પર્વો વગેરે થવાના હતા તો થયા.

મારી કાળમાં પણ નિષ્ઠા નથી અને મારી ગુણમાં પણ નિષ્ઠા નથી. તેનો ગુણી મળે, રજો ગુણી મળે, સત્યગુણી મળે, વખાણ કરે, કોઇ ગાળો બોલે, અપમાન કરે હું ડીસ્ટર્બ નથી થતો કોઇ પુછે છે કે આપ કેમ વિચલિત નથી થાતા? શબ્દની મર્યાદા પુરી થશે એટલે એની પાસે જ જશે જ્યાંથી આવ્યા હતા.તમારા મોરારિબાપુને એક જ નિષ્ઠા છે. ગુરૂનિષ્ઠા જેમ ઘરમાં સુકો કચરો ઢગલો હોય પણ એક નાનકડી ચિનગારી એને ભસ્મ કરી દે અમે કર્મનાશ માટે ત્રણ અગ્રિ મહત્વના છે.

પૂ.મોરારીબાપુએ જણાવ્યું કે, ગામડાઓમાં પંચ નકકી કરે એ આખરી એમ સાધુ મહિમા બાબતે તુલસીજીએ પંચ બેસાડ્યું હોય એમ બ્રહ્મા, અધ્યક્ષ અને બાકીના ચાર સભ્યો વિષ્ણુ, મહાદેવ, કવિગણ-એટલે અહીં આદિ કવિ વાલ્મિકી સમજીએ અને કોબિદગણ એટલે પોતાની વિદ્યા, વિનય કર્મકુશળતાનો અનુભવ ધરાવતી કોઇ વ્યકિત આ પંચ નકકી કરે એ સાધુ. રામચરિત માનસમાં સાધુ (હસ્વ) અને સાધુ (દીર્ધ) મળીને ૭૦-૭૫ શબ્દો હશે પણ સાધુતા શબ્દ માત્ર એક જ વખત વપરાયો છે. આ ખૂણાની, દાદાની, મારી અનુભવની જવાબદારીથી કહુ તો સાધુતા કોઇ વિરલ હોય એમાં જ હોય. સાધુ શબ્દકોષમાં સમાય એવો શબ્દ નથી. સાધુ અવ્યાખ્યાયિત છે. અનેક ધર્મ-સંપ્રદાય પરંપરામાં સાધુ છે. પણ પાંચ વસ્તુ જેનામાં દેખાય એ આ સાધુતાની ભરેલો સાધુ છે.(૧) એકાંતપ્રિયતાઃ જે સાધુમાં આપૂર્ણ શાલિનતા ભરી હોય અને જો જો એને ભીડ પસંદ નહીં હોય, જન સંખ્યામાં જેને રૂચિ ન હોય. (૨) પ્રશાંત અસંગતા (૩) નિતાંત (પૂર્ણ) (૪) જલપાત, જેમ વાદવિવાદના જેટલા પ્રકાર છે. એમાં એકવાદ જલ્પવાદ છે એટલે તમામ પ્રકારના વાદ-વિવાદ જેના ખતમ થઇ ગયા છે.

(2:52 pm IST)