સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th July 2020

રાજુલા અને જાફરાબાદ વિસ્તારનો જીવાદોરી સમો ઘાતરવડી-1 ડેમ ઓવરફ્લો : વધામણા

ડેમમાં ચુંદડી, ચોખા, ફૂલ અને નાળિયેર પધરાવવામાં આવ્યું

અમરેલીમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તારનો જીવાદોરી સમો ઘાતરવડી-1 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા રાજુલા શહેર ભાજપ દ્વારા  નવા નીરના વધામણાં કરવામા આવ્યા હતા

 . રાજુલાના અગ્રણી રવુભાઈ ખુમાણ દ્વારા ઘાતરવડી ડેમમાં ચુંદડી, ચોખા, ફૂલ અને નાળિયેર પધરાવવામાં આવ્યું છે. આસપાસના 20 ગામોને ખેતી અને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી છવાઈ છે

(12:26 pm IST)