News of Wednesday, 8th July 2020
ગઈકાલે જ પરિવાર સાથે સુરતથી જસદણ આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
આટકોટ :::: જસદણનાં ચીતલીયા કુવા રોડ ઉપર રહેતા વિશાલ અમરશીભાઇ બાંભણીયા ઉ.વર્ષ 24 નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જસદણમાં ભય ફેલાઈ ગયો છે. વિશાલ હજુ ગઇકાલે જ પરીવાર સાથે સુરતથી આવ્યા હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યુ છે. સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(9:09 am IST)