News of Monday, 8th July 2019
કચ્છમાં ર૧ કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડઃ ગાંજાનું વાવેતર કરાતું હોવાની પોલીસને શંકા
ભુજ તા. ૮ :.. ભુજ એસઓજીએ માંડવી તાલુકાના ડોણ ગામેથી ર૧ કિલો ગાંજા સાથે મોહન ઉમેદ દેવીપૂજક નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આ શખ્સના ઝૂંપડામાંથી ૧.ર૭ લાખની કિંમતનો ર૧ કિલો ગાંજો ઝડપી પાડયા બાદ તેની વધુ પુછપરછ હાથ ધરી છે. જો કે, પોલીસ માની રહી છે કે, ઝડપાયેલો દેવીપૂજક શખ્સ ગાંજાનું વાવેતરમાં સંડોવાયેલો હશે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(12:02 pm IST)