સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

મોરબીના ઘુંટુ રોડ પર સીરામીક એકમની ઓરડી નજીક રમતી બાળકીને જનાવર કરડી જતા મોત

 

મોરબી તાલુકાના ધુટુ રોડ પર આવેલ રોડ પર સિરામિક એકમમાં મજુરની ઓરડી નજીક રમતી પાંચ વર્ષની બાળકીને ઝેરી જનાવર કરડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  અંગે વધુમાં મળતી વિગત મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીકમાં મજુરની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા જીવણભાઈ નાયકની દીકરી ભાવના (.) ગઈકાલના બપોરના સુમારે ઓરડીની આસપાસ રમતી હતી દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(1:07 am IST)