સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

રાણપુરમાં પીવાના પાણીની સમસ્યા:સરપંચ અચોક્કસ મુદતના પ્રતીક ઉપવાસમાં બેઠા

ધધુકા –રાણપુર કોગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા

 

બોટાદ જિલ્લાના રાણપુરમાં પીવાના પાણીની સમસ્યાના કારણે સરપંચ અચોક્કસ મુદતના પ્રતીક ઉપવાસ પર બેઠા હતા ધધુકારાણપુરના ધારસભ્ય રાજેશ ગોહિલ પણ ઉપવાસમાં જોડાયા હતા.સુખભાદર ડેમમાં પાણી ખાલી થતા છેલ્લા 12 દિવસથી પાણી મળતું નથી. તંત્રને અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ આવતા આખરે સરપંચને પ્રતીક ઉપવાસ બેસવાની ફરજ પડી છે

  રાણપુરમાં અપુરતા વરસાદના કારણે પાણીની વિકટ સમસ્યા છે. ગામને 12 દિવસે પીવાનું પાણી મળે છે. પણ અનિયમિત જેના કારણે લોકો પરેશાન છે રાણપુર શહેરને સુખભાદર ડેમ માંથી પીવાનું પાણી આપવામાં આવતું હતું. પરંતુ સુખભાદર ડેમમાં પાણી ખાલી થઈ જતા છેલ્લા 12 દિવસથી રાણપુર ગામને પાણી મળ્યું નથી.

 રાણપુર ગામ પચાયતનાં સરપંચ અબાસભાઈ ખ્લ્યાની પચાયત કચેરી બહાર અચોક્કસ પ્રતીક ઉપવાસ પર બેઠા છે. અને જ્યાં સુધી ગામને સમયસર પીવાનું પાણી નહી મળે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ ચાલું રહેશે. બીજી તરફ ધધુકારાણપુર કોગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા. પાણી આપોના નારા લગાવી તત્રનો વિરોધ કર્યો હતો  

(1:05 am IST)