સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

રાણપુરના ખોખરનેશ ગામની સીમમાંથી ૭ નીલગાય મૃત હાલતમાં મળતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો

 

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામની સીમમાંથી રહસ્યમ રીતે નીલગાય(રોઝ)મૃત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે

 મળતી વિગત મુજબ રાણપુરના ખોખરનેશ ગામના ખેડુત વિનોદભાઈ હરજીભાઈ વહેલી સવારના થી વાગ્યાની આસપાસ તેમના ખેતરે આવતા નીલગાય(રોઝ)મૃત હાલતમાં પડી હતી.વિનોદભાઈએ બાબતની જાણ સરદારભાઈ મોરીને જાણ કરતા તેમણે વનવિભાગ ના અધિકારીઓને તથા પશુ ડોક્ટર બરવાળાને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને તપાસ કરી ઘટના સ્થળે પી.એમ.કરી નીલગાય ના મોત નું કારણ જાણવા આજુબાજુની વાડી-ખેતર વિસ્તારમાં કડક હાથે ચેકીંગ કરવામાં આવ્યુ હતું

  .પ્રથમ દ્રષ્ટીએ જોતા ઝેરી પદાર્થ,ખાતરવાળુ પાણી અથવા ઝેરી લીલો ચારો ખાવામાં આવેલ હોય અને તેના કારણે મૃત્યુ થયેલ હોય તેવુ લાગી રહ્યુ છે.હાલ તો મોત નું સાચુ કારણ જાણવા અને વધુ તપાસ અર્થે જુનાગઢ મોકલવામાં આવશે

 . બનાવ અંગે બોટાદ જીલ્લા એસીએફના માર્ગદર્શન હેઠળ રાણપુર આરએફઓ એમ.એમ.ભરવાડ તથા વનપાલ ડોડીયાભાઈ સહીત સ્ટાફ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે આગળની વધુ તપાસ રાણપુર - આરએફઓ એમ.એમ.ભરવાડ કરી રહ્યા છે.

(11:56 pm IST)