સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

મહુવાના પીપરડીમાં દારૂની રેડ પાડવા ગયેલ પોલીસ પર ટોળાનો હુમલો : બે મહિલા,ત્રણ કોન્સ્ટેબલ અને પીએસઆઇને ઇજા :સ્વબચાવમા ફાયરીંગ

ડીવાઇએસપી સહિતનો પોલીસ કાફલો પીપરડી ગામે દોડી ગયો" ૨૭ વિરૂદ્ધ નામ જોગ સહિત ૮૦ લોકોનાં ટોળા સામે ગુન્હો દાખલ

 

ભાવનગર જિલ્લામાં દારૂ અંગે દરોડો પાડવા ગયેલી પોલીસ પર ટોળાએ હુમલો કરતા   જેટલા પોલીસ જવાનોને ઇજા થવા ઉપરાંત સરકારી વાહનોને નુકશાન કરાતા પોલીસે ટોળાને વિખેરવા બે રાઉન્ડ ફાયરીંગ કર્યાનાં અહેવાલો મળે છે

 . બનાવ અંગે મળતા અહેવાલો મુજબ રાજ્યના ડીજીપીની સૂચના મૂજબ દારૂનાં દુષણને ડામવા માટે સમગ્ર રાજ્યમાં દરોડા પાડવાનાં અપાયેલા આદેશનાં પગલે મહુવાનાં જેસર પો.સ્ટે.ના પીએસઆઇ બી.ડી.વાઘેલા સ્ટાફ સાથે પીપરડી ગામે દરોડો પાડવા ગયા હતા. જ્યાં બુટલેગર સહિત ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોલીસની જીપ સહિત સરકારી વાહનોને ભારે નુકશાન કર્યું હુમલામાં બે મહિલા સહિત કોન્સ્ટેબલ અને પીએસઆઇને ઇજા થવા પામી હતી. જ્યારે પોલીસે પોતાનાં સ્વબચાવ માટે બે થી ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યુ ંહોવાનું જાણવા મળી રહેલ છે.

  બનાવ બનતા લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસ કાફલા ઉપર હુમલો થયાનાં સમાચાર મળતા ડીવાઇએસપી સહિતનો પોલીસ કાફલો પીપરડી ગામે દોડી ગયો હોવાનું અને મામલો થાળે પાડ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. બનાવ સંદર્ભે ૨૭ વિરૂદ્ધ નામ જોગ સહિત ૮૦ લોકોનાં ટોળા વિરૂદ્ધ પોલીસ ઉપર હુમલો કરવા તેમજ સરકારી વાહનોને નુકશાન કર્યાની કલમો તળે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:55 pm IST)