સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

બળાત્કારના ગુનાનાં ફરાર આરોપીને કરલા ગામેથી ઝડપી લેતી ભાવનગર એલસીબી

ભાવનગર એલ.સી.બી. સ્ટાફ જેસર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પોલીસ કોન્સ. રાજેન્દ્રસિંહ સરવૈયા જેસર તાલુકાના કરલા ગામ પાસે આવતા બાતમી મળેલ કે, દાઠા પોલીસ સ્ટેશન ના અપહરણ - બળાત્કારના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી બાબભાઇ દેવાયત કાઠી તેના ગામના રહેણાક મકાન ઉપર છે.

   આ બાતમીના આધારે  કરલા ગામે આવી મજકુરના રહેણાક મકાનની ઝડતી કરતા મજકુર બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા બાબભાઇ દેવાયતભાઇ કાઠી/ડાંગર (ઉવ. ૪૦) (  રહે. કરલા ગામ) હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે દાઠા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.ન. ગુન્હો નોઘાયેલ હોય જે બાબતે ખુટવડા પોલીસ સ્ટેશનમાં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે દાઠા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ.ને જાણ કરવા તજવીજ કરેલ છે.

(11:30 pm IST)