સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

જૂનાગઢ યાર્ડમાં લાખો રૂપિયા ચાઉં કરી જનાર લોલેશ્વર પેઢીનો ભાગીદાર ઝેરી દવા પી લેતા સારવારમાં: વેપારીઓની હડતાલ યથાવત

જૂનાગઢ, તા. ૮ :. જૂનાગઢની લોલેશ્વર પેઢી દ્વારા વેપારીઓના લાખો રૂપિયા ચાઉં કરી જતા તેના ભાગીદારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડેલ છે. જ્યારે વેપારીઓની હડતાલ યથાવત છે.

જૂનાગઢ માર્કેટયાર્ડમાં આવેલી લોલેશ્વર પેઢી દ્વારા યાર્ડમાં પચાસ જેટલા વેપારીઓ પાસેથી ઉધારમાં માલ ખરીદ્યા બાદ આ વેપારી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને વેપારીઓના નાણા ફસાતા તેઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી. પચાસ વેપારીઓના આશરે રૂ. ૭૬ લાખની રકમ ફસાઈ ગઈ હતી.

આ દરમિયાન લોલેશ્વર પેઢીના ભાગીદાર કૈલાસભાઈએ ઝેરી દવા પી લેતા તેને ખાનગી હોસ્પીટલમાં ખસેડાયાનું બહાર આવ્યું છે. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. હાલમાં તેને જૂનાગઢની ડો. ચિખલીયા હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે.

(3:38 pm IST)