ખંભાળિયાઃ ભત્રીજા સાથે યુવતીને ભગાડવામાં મદદ કરી હોવાની શંકાથી મહિલા- પુત્ર પર હૂમલો
ખંભાળિયાઃ ખંભાળિયાના શિવ પાર્ક- ૧માં રહેતા જશુબેન દેવુભાઈ ચાવડાનો ભત્રીજો રમેશ નેભા ચાવડા રહે.ગોવાણા તા.લાલપુર વાળો ખાયડી ગામે રહેતા લાખાભાઈ રણમલભાઈ ગાગીયાની પુત્રીને ભગાડી ગયો હોય જેમાં ખંભાળિયા રહેતા યુવકના ફઈ જશુબેને મદદ કરી હોવાની શંકાથી વિરા માલદે ગાગીયા, પાલા કેશુર ગાગીયા, નિતેશ, નારણ રણમલ ગાગીયા, હરદાસ રણમલ ગાગીયા, કરશન ડી ચાવડા સહિત અજાણ્યા ૧૬ જેટલા માણસો ફરીયાદી જશુબેનના ઘરમાં ગેરકાયદેસર મંડળી રચી અંદર પ્રવેશી ઝગડો કરી જશુબેન તથા પુત્ર સુજલ અને તેના પતીને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તમામ શખ્સો વિરૂધ્ધ ખંભાળિયા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.
સલાયામાં જમીનના મનદુઃખમાં કૌટુંબીક ભાઈઓનો હુમલો
સલાયામાં રહેતા અબ્દુલરસીદ મહમદભાઈ કેરને જુના જમીનના મનદુઃખમાં ભાઈઓ ગફાર મહમદ કેર હાજી અબ્દુલરહીમ મહમદ તથા ભત્રીજા આબેદીન ગફાર કેરચ, અસરફ ગફાર કેરએ ગત રોજ ફરીયાદીની દુકાનમાં ઘસી જઈ જમીનના ભાગને લઈ બોલાચાલી કરી દુકાનમાં તોડફોડ કરી ફરીયાદી તથા સાહેબ પર તમામ વિરૂધ્ધ સલાયા મરીનમાં પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.