સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

સોમનાથ મંદિર વિશ્વ યોગ દિને યોગમય બનશે

ગીર સોમનાથ જીલ્લામાં ર૧ જૂને યોજાનાર વિશ્વ યોગ દિવસ તડામાર તૈયારીઓ શરૂ : જીલ્લામાં માસ્ટર ટ્રેનરો દ્વારા ગઇકાલથી ટ્રેનરોને તાલીમ આપવાનું શરૂ

પ્રભાસ પાટણ તા. ૮ :..  ર૧ જૂને સમગ્ર વિશ્વ વિશ્વયોગ દિવસના યોગમયમાં રંગાઇ જશે ત્યારે ગીર-સેામનાથ જીલ્લો પણ અગ્રેસર રહેશે. સોમનાથ મંદિરે જીલ્લાનો મુખ્ય યોગ કાર્યક્રમ યોજાશે. જેમાં જીલ્લાના વહીવટી અધિકારીઓ, પોલીસ દળના વડા, જીલ્લાના અગ્રણી નાગરીકો પોલીસ, શાળા-કોલેજના છાત્રો ભાગ લેશે.

યોગ તાલીમના જીલ્લા કન્વીનર હરેશભાઇ મકવાણાએ જણાવ્યું કે આજથી એટલે કે તા. ૭ જૂનથી તા. ૧૩ જૂન સુધી વેરાવળ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી યોગ માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ શિબીર પ્રારંભ થઇ ચૂકયો છે જેમાં ૩૭ જેટલા દરેક તાલુકાના અને નગરપાલિકાના નિમણુંક કરાયેલ ટ્રેનરોને તાલીમ આપવામાં આવી રહી છે.

જેમાં યોગની સી.ડી. તાલીમાર્થીઓને આસન મુદ્રા, પ્રાણાયમ ક્રિયાથી તાલીમ બધ્ધ કરાઇ રહ્યા છે જેઓ તેના તાલુકામાં ટ્રેનીંગ આપશે.

જીલ્લા શિક્ષણ અધિકારી બી. એસ. કૈલા અને વાય. બી. ચાવડાએ જણાવ્યું કે શિક્ષણ વિભાગ આગામી ચાર-પાંચ દિવસમાં મીટીંગ કરી કાર્યક્રમને આખરી ઓપ આપશે.

પ્રાથમિક વિગત આપતા જણાવ્યું કે જીલ્લામાં ૩ર જેટલી શિક્ષણ સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, સ્કુલ કોલેજો, નગરપાલીકા તંત્ર આમાં ભાગ લેશે.

જેમાં વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી, સોમનાથ મંદિર પરિસર, શ્રીમતી મણીબેન કોટક હાઇસ્કુલ, મહિલા કોલેજ, સેન્ટ મેરી હાઇસ્કુલ, બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ભાલકા, આર્ટ ઓફ લીવીંગ

વેરાવળ ગ્રામ્ય

 વિનોબા વિદ્યા મંદિર સીમાર, જ્ઞાન દિપ વિદ્યા મંદિર સવની.

વેરાવળ નગરપાલિકા વિસ્તાર

નગરપાલિકા ગાર્ડન, કે. કે. મોરી હાઇસ્કુલ, સરસ્વતી વિદ્યાલય

સુત્રાપાડા

કે. કે. મોરી હાઇસ્કુલ પ્રાચી, માનસ વિદ્યાલય, નવર્દુગા મંદિર પટાંગણ.

સુત્રાપાડા નગરપાલિકા

વિવેકાનંદ વિનય મંદિર, ડો. ભરત બારડ કોલેજ

કોડીનાર

ભ.ભા. વિદ્યાલય, દક્ષિણામૂર્તિ વિદ્યાલય

કોડીનાર નગરપાલિકા

સ્વામી વિવેકાનંદ પાર્ક, નાલંદા વિદ્યાલય

તાલાલા

શ્રી બાઇ આશ્રમ, લોહાણા મહાજનવાડી

ઉના

શાહ એચ. ડી. હાઇસ્કુલ, ગાંધી કન્યા હાઇસ્કુલ

ઉના નગરપાલિકા

સ્વામી નારાયણ ગુરૂકુળ, શિવાજી પાર્ક

ગીરગઢડા

પ્રાથમિક શાળા, અભિનવ વિદ્યા મંદિરનો સમાવેશ કરવામાં આવેલ છે.

(11:34 am IST)