સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

કપાસ અને મગફળીના પાક વિમો આપોની માગણી અંગે ધોરાજી-ઉપલેટા તાલુકાના ખેડૂતોની રેલી

ઉપલેટા તા. ૮ :.. ર૦૧૮-૧૯ નું વર્ષ સરકારે અછતગ્રસ્ત જાહેર કરેલ છે સરકાર દ્વારા અછતગ્રસ્તને લગતી સહાયો આપવાની જાહેરાત કરી છે ત્યારે ઉપલેટા-ધોરાજી તાલુકાને અછતગ્રસ્ત સ્થિતીમાં મુકાયેલ હોય કપાસ અને મગફળીનો પાક વિમો ખેડૂતોને મળવો જોઇએ તો પાક વિમો ખેડૂતો સુધી મળતો નથી. ગુજરાત કિશાન સભાએ છેલ્લા બે મહિનાથી ધરણા દેખાવો આવેદન પત્રો જેવા આંદોલન યોજેલા છે પાક વિમાની માંગણીને લઇ ફરી આંદોલન દહોરાવી કિશાન સભાના નેતૃત્વમાં ખેડૂત રેલી યોજાશે.

ગુજરાત કિશાનસભાના રાજય પ્રમુખ ડાયાલાલ ગજેરાએ ખેડૂત રેલી અંગે માહિતી આપતા જણાવેલ કે ખેડૂતો આજે કપરી પરિસ્થિતીમાંથી પસાર થઇ રહ્યા છે. ચોમાસું વરસાદ આવવાની તૈયારી છે ત્યારે પાકની વાવણી કરવા બિયારણ ખાતર અને અન્ય ખર્ચાઓ માટે નાણાની જરૂરીયાત છે આવા કપરા સમયે ખેડૂતોને કપાસ અને મગફળીનો પાક વિમો સત્વરે મળવો જોઇએ પાક વિમાની માગણી જયારે રાજકોટ જિલ્લામાં આંદોલન શરૂ થઇ ગયા છે.

ઉપલેટામાં તા. ૧૦-૬ સોમવારના રોજ ધોરાજી-ઉપલેટા તાલુકાના ખેડૂતો દ્વારા કિશાન રેલી યોજાશે અને મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવશે.

(11:33 am IST)