સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

પોરબંદરમાં ૭૨ હજારનો દારૂ ઝડપાયો

પોરબંદર તા ૮  :  વેકુરી પ્લોટમાં એક રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડીને ઇંગ્લીશ દારૂની ૨૦ પેટી, બોટલ નંગ ૨૪૦ સાથે કિ. ૭૨ હજારનો દારૂ પકડી પાડેલ હતો.

તપાસ દરમ્યાન આ દારૂ પીયુષ ઉર્ફે અઘરી માવજી જુંગી, રે. ખારવા વાડ હોવાનું ખુલ્યું છે. જુનાગઢ રેન્જ આઇ જી સુભાષ ત્રિવેદી પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહની સુચના તેમજ ડીવાયએસપી  જે.સી. કોઠિયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર બી.ડી દરજી અને  પી.એસ.આઇ. એચ.એમ. ચુડાસમા એ મળેલ બાતમીના આધારે વેકુરડી પ્લોટના મકાનમાં રેડ કરી હતી અને પીયુુષ ઉર્ફે અઘરા માવજી જુંગીનો દારૂ હેરાફેરી દરમ્યાન રાખ્યો હતો તે પકડી પાડેલ છે.

દરોડા કામગીરીમાં પોલીસ સ્ટાફના રવિભાઇ, વિજયરાજસિંૅહ, અમીતભાઇ, વિપુલભાઇ, સમીરભાઇ, કૃણાલસિંહ, ગીરીશભાઇ, મેરવીભાઇ, એસ.ઓ.જીના હરેશભાઇ, સુરેશભાઇ નકુમ વગેરે જોડાયા હતા.

(11:27 am IST)