સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th June 2019

સાંજે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો : ધારી પંથકના અનેક ગામમાં ધીમીધારે વરસાદ

ગઢિયા, વીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદ :સર્વત્ર ઠંકડ પ્રસરી

 અમરેલી જિલ્લામાં સમીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે અનેક ગામમાં વરસાદી ઝાપટા પડતા સમગ્ર વિસ્તારમાં ગરમીથી રાહત મળી છે.

  અમરેલી જીલ્લાના દારી પંથકમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો, અને ધીમા પવન સાથે વાદળ છાયુ વાતાવરણ સર્જાઈ ગયું અને વરસાદી ઝાપટુ પડ્યું. હતું કાળઝાળ ગરમીથી સેકાઈ રહેલા અમરેલીવાસીઓને અચાનક વાતાવરણમાં પલટો આવતા ગરમીથી આશીક રાહત મળી છે.

    અમરેલીના ધારી પંથકના ગઢિયા, વીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદે સારી મેઘ મહેર કરી, જેના પગલે વાતાવરણમાં ટંડક પ્રસરી ગઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થઈ ગયા અને રાહતનો શ્વાસ લીધો હતો.

(8:46 pm IST)