સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

જૂનાગઢમાં આત્મવિલોપનની ચીમકી આપનારા પોલીસપુત્રની અટકાયત

હુમલાખોરોને પકડવા માંગ કરી હતી પરંતુ આરોપીઓને નહિ પકડાતાં આત્મવિલિપોનની ચીમકી આપી હતી

જૂનાગઢમાં આત્મ વિલોપનની ચીમકી આપનાર પોલીસ પુત્ર અજય ગોસ્વામી આત્મવિલોપન કરે તે પહેલાજ તેની અટકાયત કરવામાં આવી હતી. કલેક્ટર કચેરી બહાર ઝેરી દવા પીવે તે પહેલા લોકોએ તેને અટકાવ્યો હતો.

અજય ગોસ્વામી પર થોડા દિવસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. યુવકે હુમલા બાદ સતત કેટલાક દિવસથી પોલીસ ફરિયાદ કરી હતી અને આરોપીને પકડવા પણ માગ કરી હતી. પોલીસે આરોપી પકડતા અંતે અજયે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

(11:35 pm IST)