સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

ભાવનગર ભાજપમાં ભડકો : કોંગ્રસમાંથી ભાજપમાં આવેલા શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રકાશ વાધાણીનું રાજીનામુ

લોક પ્રશ્ન બાબતે વારંવાર રજુઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા રાજીનામું આપ્યું

ભાવનગર: શહેર ભાજપમાં ભડકો થયો છે  કોંગ્રેસના ઉપપ્રમુખ રહેલા પ્રકાશ વાઘાણી ગત વિધાનસભાના સમયે ભાજપમાં જોડાઈ ગયા હતા અને સાથે અનેક લોકોને ભાજપમાં લેતા ગયા હતા. ત્યારે પ્રકાશ વાઘાણી દ્વારા ભાજપમાંથી રાજીનામું આપ્યું છે પ્રકાશ વાઘાણી શહેર ભાજપમાં શહેર ઉપપ્રમુખ હતા.

   પ્રકાશ ભાઈ દ્વારા અનેક લોક પ્રશ્ન બાબતે વારંવાર રજુઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા રાજીનામું આપ્યું છે
2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ભાવનગર શહેરના કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખે ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી ભાજપમાંથી રાજીનામુ ઘરી દીધુ છે. તેમણે ભાજપ સામે આક્ષેપ લગાવતા કહ્યું કે, વારંવાર કેટલાએ પેન્ડીંગ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આ રાજીનામા બાદ ભાવનગર શહેરમાં ભાજપના બેડામાં ખુબ ચર્ચાનો માહોલ સર્જાયો હતો.

(11:31 pm IST)