સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

પોરબંદરના કાંટેલામાં મિત્રના હાથે મિત્રની હત્‍યા

પોરબંદરઃ તાલુકાના કાંટેલા ગામની વાડીએ ભેગા થયેલ ખોડીયા ભીમા કેશવાલા મેર તથા રામા શામળા બન્‍ને મિત્રો વચ્‍ચે કોઇ કારણસર માથાંકુટ થતા ખોડીયા ભીમાએ  તીક્ષણ હથિયાર વડે મોંઢા તથા વાંસાના ભાગે બેસુમાર માર મારીને રામા શામળાની હત્‍યા કરી નાસી ગયેલ છે.

આ હત્‍યાની ફરીયાદ મીયાણા પોલીસ સ્‍ટેશનમાં બોખિરાના નીલેશ રામા શામળાએ નોંધાવતા પોલીસે ગુન્‍હો નોંધ્‍યો છે

(7:41 pm IST)