સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

ચોટીલાના ચોબારી ગામની સીમમાંથી ૩૨,૦૦૦ના મુદામાલ સાથે ૮ જુગારી ઝડપાયા - ૧ ફરાર

સુરેન્દ્રનગર જીલ્લામાં જુગાર દારૂની બદી નાબુદ કરવા પોલીસ અધિકારીઓને તાકીદ કરતા પોલીસવડા દિપકકુમાર મેઘાણી

સુરેન્દ્રનગર, તા.૮: સુરેન્દ્રનગર જીલ્લામાં જીલ્લા પોલીસ વડા દિપક કુમાર મેદ્યાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. સ. ઈ. આઇ.કે.શેખ તથા સ્ટાફ દ્વારા ચોટીલા તાલુકાના ચોબારી ગામની સીમ વિસ્તારમાં રેઇડ કરી, રોકડ રકમ રૂ. ૧૨,૨૭૦/- મોબાઈલ નંગ ૦૬ સહિત કુલ રૂ. ૩૨,૨૭૦/- ના મુદ્દામાલ સાથે ૦૮ આરોપીઓને પકડી પાડી, નાસી જનાર ૦૧ આરોપી સહિત કુલ ૦૯ આરોપીઓ વિરુદ્ઘ જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનર્નાં ઇન્ચાર્જ પો. સ. ઈ. આઇ.કે.શેખ, હે.કો. જયેશભાઈ, ગભરૂભાઇ, કનુભાઇ, દિલીપભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ચોબારી ગામે જૂની પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (૧) વિજયભાઈ હકાભાઈ સાટિયા જાતે ભરવાડ ઉવ. ૨૦, (૨) સુરેશભાઈ તેજાભાઇ ઓતરાદી જાતે કોળી ઉવ.૨૨, (૩) વિષ્ણુભાઈ તેજાભાઇ ઓતરાદી જાતે કોળી ઉવ. ૨૦, (૪) મહેશભાઈ રમેશભાઈ મેશવાળી જાતે બાવાજી ઉવ. ૨૦, (૫) દિનેશભાઈ અરજણભાઇ ઓતરાદી જાતે ત.કોળી ઉવ.૩૦, (૬) પ્રેમજીભાઈ જીવાભાઈ ઓતરાદી જાતે ત.કોળી ઉવ. ૪૦, (૭) અમૃત લાલ ભોળાભાઈ મેસવાનીયા જાતે બાવાજી ઉવ. ૩૫, (૮) રવિભાઈ જુગલભાઈ ગોંડલિયા જાતે બાવાજી ઉવ. ૨૦ રહે. તમામચોબારી તા. ચોટીલાને રોકડ રકમ રૂ. ૧૨,૨૭૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૬ કિંમત રૂ. ૨૦,૦૦૦/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. ૩૨,૨૭૦/- ના મુદ્દામાલ સાથે પકર્ડીં પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. જયારે આ રેઇડ દરમિયાન ર્ંઆરોપી (૯) વિવેકભાઈ મંગલુભાઈ પટગીર નાસી ગયેલ હતા. પકડાયેલ તથા નાસી ગયેલા તમામ ૦૯ આરોપીઓ વિરુદ્ઘ બામણબોર પોલીસ સ્ટેશનના પો.કો. વજાભાઈ ભવાન ભાઈએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વધુ તપાસ બામણબોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. સ. ઈ. આઇ.કે.શેખ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(4:00 pm IST)