સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

ભાવનગર, અમરેલી, વલસાડ, સુરત, નવસારી જિલ્લામાં મેઘરાજા એન્ટ્રી કરશે

કાલથી ત્રણ દિવસ પ્રિમોસુન વરસાદની આગાહી કરતું હવામાન ખાતુ

રાજકોટ : અપર એર સાયકલોનિક સરકયુલેશનની અસરથી ગુજરાતમાં પણ ૭૨ કલાકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી ૯ થી ૧૨ જુનના રોજ દક્ષિણ ગુજરાતના ભાવનગર, અમરેલી, વલસાડ, સુરત, નવસારી સહિતના જીલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતા ધાર્યા કરતાં ઓછો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રની સિસ્ટમ દક્ષિણ ગુજરાતને અસર કરશે. અમદાવાદનું તાપમાન પણ ૪૨ ડિગ્રી સુધી પહોંચી જવાની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકો પરસેવો રેબઝેબ થઈ રહ્યા છે, ત્યાં જ આગામી ૨૪ કલાકમાં પ્રિ- મોન્સૂન એકિટવિટીના ભાગરૂપે ઠંડા પવનો વચ્ચે વરસાદી ઝાપટા પડવાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

(3:44 pm IST)