સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

જામનગરમાં દુકાનના ઝઘડામાં ૧૦ શખ્સોનો હુમલોઃ ૨ રાઉન્ડ ફાયરીંગ ? શકિતસિંહ જાડેજાને ઈજા

જામનગરઃ ઈજાગ્રસ્ત હાલતમાં શકિતસિંહ જાડેજાને સારવાર માટે ખસેડેલ છે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

 જામનગર, તા. ૮ :. જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે આજે શુક્રવારે બપોરે દુકાનના ઝઘડામાં હુમલા બાદ ૨ રાઉન્ડ ફાયરીંગ થયાની ચર્ચાથી દોડધામ મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે શુક્રવારે બપોરે જામનગરના ગોકુલનગર જકાતનાકા નજીક ૧૦ શખ્સોએ દુકાનની બાબતમાં શકિતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉપર હુમલો કર્યો હતો અને તિક્ષ્ણ હથીયારો ઝીંકી દીધા બાદ હવામાં ૨ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યુ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડેલ છે.(૨-૨૯)

(3:36 pm IST)