સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

આત્મવિલોપનની ચીમકી આપનાર પોલીસ પુત્રની જૂનાગઢ પોલીસ દ્વારા શોધખોળ

હુમલો કરનાર શખ્સો પોલીસે નહિં પકડતાં ચીમકી

જુનાગઢ તા. ૮: આત્મવિલોપનની ચીમકી આપનાર પોલીસ પુત્રની જૂનાગઢ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ખાતેનાં પાવન એપાર્ટમેન્ટ પાસે ગત તા. રપ મે નાં રોજ પોલીસ પુત્ર અજય ભારતી મોહનભારતી ગૌસ્વામી ઉપર અમિત કોળી, કિશન કોળી તેમજ અમિતની બે બહેનો સહિત પાંચ શખ્સોએ પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

આ બનાવ અંગેની ફરિયાદમાં પોલીસે કોઇ કાર્યવાહી નહિં કરતાં અને આરોપીઓને નહિં પકડતા અજયભારતીએ બી ડીવીઝન પોલીસને અલ્ટીમેટમ આપી આજે આત્મ વિલોપનની ચીમકી આપી હતી.

આજરોજ બાવાજી યુવાન અજય ભારતી ગૌસ્વામી જુનાગઢમાં કલેકટર કચેરી સમક્ષ આત્મ વિલોપન કરવાનો હોય પોલીસ ગઇકાલથી ધંધે લાગી છે.

અજય ભારતીની પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે અને તે જયાં આત્મ વિલોપન કરવાનો છે તે જગ્યાએ પોલીસે વોચ ગોઠવી છે.

(3:36 pm IST)