સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

વવાણીયા શ્રીમદ રાજચંદ્રની પાવનભૂમિને યાત્રાધામ જાહેર કરવાની માંગણી

મોરબી તા. ૮ : માળિયા તાલુકામાં આવેલુ વવાણીયા ગામ શ્રીમદ રાજચંદ્રની પાવન ભૂમિ હોય જેને યાત્રાધામ / તીર્થધામ જાહેર કરવાની માંગ સાથે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવવામાં આવ્યો છે.

 વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજયના મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયાના વવાણીયાને તીર્થધામ યાત્રાધામ જાહેર કરવું જોઈએ.

વવાણીયા શ્રીમદ રાજચંદ્રજીની પાવનભૂમિ છે જયાં દેશ વિદેશથી યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે તે ઉપરાંત અહી રામબાઈ માં નું પણ મંદિર છે જે મંદિરમાં દર્શન માટે ગ્રામ્ય વિસ્તારમાંતથી બહોળી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ આવે છે જેથી વવાણીયાને તીર્થધામ જાહેર કરી ધાર્મિક સ્થળોનો વિકાસ કારમાં આવે તેમજ યાત્રાધામ જાહેર કરવાથી સરકારની ગ્રાન્ટથી વિકાસ થશે જેથી તીર્થધામ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.(૨૧.૧૯)

(12:40 pm IST)