સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

ઓખા મઢી બીચ ઉપર ડૂબી જતા જામનગરની યુવતીનું મોત

ખંભાળીયા, તા., ૮: દ્વારકા નજીક આવેલ ઓખા મઢી બીચ ઉપર જામનગરથી ફરવા આવેલા અને દરીયા કિનારે ન્હાવા ગયેલ યુવતી અંજલીબેન જીતેન્દ્રભાઇ ચાંદ્રા (ઉ.વ.૧૯) વાળા દરીયામાં ડુબી જતા મરણ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહાનગરમાં

ખંભાળીયા તાલુકાના કજુરડા ગામે રહેતા કાજલબેન હરીયા (ઉ.વ.ર૮) મહાજન કોઇ પણ કારણોસર ગુમ થઇ જતા કલ્પેશ વેલજીભાઇ હરીયાએ પોલીસમાં જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન ચોરી

ખંભાળીયામાં ન્યાય મંદિર (કોર્ટ) પાસે પાર્ક કરેલ મો.સા. જીજે૧૦ સી.ડી. પપ૪૧નંબરનું માલીક પ્રતિક મુકેશભાઇ જોશીનું કોઇ ચોર ઇસમ ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બેટમાં જુગાર

ઓખાના બેટ ગામે જાહેરમા઼ વરલી મટકાનો જુગાર રમી રમાડતા આરોપી (૧) કપીલ કેશવજી કાષ્ટા રોકડા રૂપીયા ૪૦૪૦ તથા એક મોબાઇલ કિંમત રૂપીયા ૪ હજાર કુલ મતા ૮૦૪૦ની સાથે પકડાઇ આવેલ તથા આરોપી સુમારભાઇ જીકરભાઇ ચમડીયા રોકડા રૂપીયા ૩૯૧૦ તથા એક મોબાઇલ રૂપીયા પ૦૦ કુલ મતા ૪૪૧૦ સાથે પકડાઇ આવેલ બ્રિજેશ મેતાજીનું નામ ખુલતા ફરાર જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.

(11:36 am IST)