સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

વાંકાનેરના ઉદ્યોગપતિના ખંડણી પ્રકરણમાં પકડાયેલ પૂર્વ ભાગીદાર સહિત બેના ૧૪ દિ'ના રીમાન્ડ મંગાયા

બે થી ત્રણ લાખની લેતીદેતીમાં કાર પાસે વિસ્ફોટ કરી એક કરોડની ખંડણી માંગી'તીઃ ખંડણી માટે ઉપયોગમાં લેવાયેલ મોબાઇલ કબ્જેઃ વિસ્ફોટક પદાર્થ કયાંથી લીધો? તે અંગે તપાસઃ બન્ને આરોપીઓનો વોઇસ ટેસ્ટ કરાવાશે

મોરબી તા. ૮: વાંકાનેરના ઉદ્યોગપતિ પાસે એક કરોડની ખંડણી માંગી કાર આગળ વિસ્ફોટ કરવાના બનાવમાં પકડાયેલ પૂર્વ ભાગીદાર સહિત બે શખ્સોને મોરબી એસ.ઓ.જી.એ આજે ૧૪ દિ૩ના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજાુ કરનાર છે.

મળતી વિગતો મુજબ હાલ મોરબીમાં વસવાટ કરતા પ્રવીણભાઇ વલ્લભભાઇ પટેલ નામના ઉદ્યોગપતિએ દોઢ માસ પૂર્વે વાંકાનેર તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તે રાત્ીરના સમયે પોતાના મિત્ર કલ્પેશ સાથે કારમાં વાંકાનેર હાઇવે પરથી જતા હોય ત્યારે તેની કાર નજીક વિસ્ફોટક પદાર્થ ફૂટયો હતો અને બાદમાં તેણે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં ફોન કરનાર શખ્શે જણાવ્યું હતું કે આટલી જ વાર લાગે તને અને તારા પરિવારને મારી નાખીશ. કહીને એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી જે ફરિયાદ બાદ જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી પીઆઇ સલીમ સાટીની ટીમ તેમજ એલસીબી ટીમ પ્રયત્નશીલ હતી જેમાં એસઓજીના ફારૂકભાઇ પટેલને મળેલી ખાનગી બાતમીને આધારે આરોપી હિતેશ જસમત ગામી (ઉ.વ. ૩૬) અને ઘનશ્યામભાઇ કચરાભાઇ વરમોરા (ઉ.વ. ૪૩) રહે. બંને નવી પીપળી ગામ વાળાને મોરબી માળિયા ચાર રસ્તા નવા બનેલ પુલ પાસેથી ઝડપી લઇને મોટરસાયકલ જીજે ૦૩ સીજે ૯૪ર૧ કીંમત ૧પ હજાર અને બે મોબાઇલ કીંમત ૧૦ હજાર રૂપિયા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા બંને આરોપી પૈકી મુખ્ય આરોપી હિતેશ ગામી ફરિયાદી પ્રવીણ પટેલના કૌટુંબિક સગા થતા હોય જે અગાઉ કારખાનામાં ભાગીદાર પણ હતા પરંતુ પૈસાની લેવડ દેવડ મામલે બોલાચાલી થયા બાદ તે છુટા થયા હતા જેનો બદલો લેવા ખંડણીનું તરકટ રચ્યાની કબુલાત આપી હતી. પૂર્વ ભાગીદાર હિતેશ ગામીને ફરીયાદી પ્રવીણ પટેલ સામે બેથી ત્રણ લાખની લેતીદેતીના મામલે ડખ્ખો થતા બદલો લેવા કાર પાસે વિસ્ફોટ કરી વધુ રૂપિયા પડાવવા એક કરોડની ખંડણી માંગી હતી.

તપાસનીશ અધિકારી મોરબી એસ.ઓ.જી.ના પી.આઇ. સાટીએ જણાવ્યું હતું કે, પકડાયેલ બન્ને આરોપીએ વિસ્ફોટક પદાર્થ કયાંથી લીધો હતો? તે અંગે તપાસ કરવા તેમજ આરોપીઓની ઓળખ પરેડ વોઇસ ટેસ્ટ માટે ૧૪ દિ૩ના રીમાન્ડ મંગાશે આરોપીએ ખંડણી માટે જે મોબાઇલનો ઉપયોગ લીધો હતો તે મોબાઇલ કબ્જે કરાયો છે.

(11:35 am IST)