સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

સુત્રાપાડાના નવાગામે આવેલ ગુરૂકુળ જાગૃત સંઘ આશ્રમની સામે ગેરકાયદેસર દબાણઃ રમેશગીરી બાપુ દ્વારા આત્મવિલોપનની ચિમકી

તસ્વીરમાં આશ્રમની સામે બિન કાયદેસર બાંધકામ નજરે પડે છે. અને આત્મ વિલોપન ની ચિમકી આપનાર રમેશબાપુ નજરે પડે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

પ્રભાસ પાટણ તા.૮: સુત્રાપાડા તાલુકાના નવાગામ ગામે આવેલ ગુરુકુળ જાગૃત સંઘ નામનો આશ્રમના સાધુ રમેશગીરી ગુરુરામગીરી ચલાવે છે. તેમજ ગોૈશાળા અને ગાયોની સેવા કરે છે પરંતુ આ આશ્રમના ગેટની સામે ગેરકાયદેસર બાંધકામ કરવાની તજવીજ શરૂ કરેલ છે. જેની અઆશ્રમની સામેની પાર્કિગ જગ્યામાં દબાણ કરવા વારંવાર પ્રયત્નો કરવામાં આવે છે. અને આશ્રમમાં સંચાલકો સામે ગેર વર્તણૂંક અને ભુંડી ગાળો બોલે છે. જેથી આશ્રમના સંચાલક રમેશભાઇ પી. ડોડીયા ઉર્ફે સાધુ રમેશગીરી ગુરૂરામ ગીરી એ હમીરભીખા બામણીયા, સરમણ હમીર બામણીયા, વજુ હમીર બામણીયા, રણસી હમીર બામણીયા, અને રાજુ હમીર બામણીયા વિરૂધ્ધમાં પોલીસ સ્ટેશન સુત્રાપાડા, એસ.પી. ગીર-સોમનાથ, મામલતદાર સુત્રાપાડા, આઇ.જી. દક્ષિણ રેન્જ જુનાગઢ, જિલ્લા કલેકટર ઇણાજ ને રજુઆત કરેલ છે. અને જણાવેલ કે આ લોકો માથાભારે છે. અને અમે એકલા ગોેશાળા અને આશ્રમમાાં ધાર્મિક સેવા પુજાનું કામ કરીએ છીએ આ કામમાં આરોપીઓ વાંરવાર રોડા નાખે છે. અને ધરાર કબજો કરવા આવે છે તેમજ જીવલેણ હુમલો કરે તેવી અમોને દહેશત છે.

આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ પગલા નહિ ભરે તો સાધુ રમેશગીરી કલેકટર કચેરી ઇણાજ ખાતે આત્મ વિલોપન કરવાની ચિમકી આપેલ છે.

(11:31 am IST)