સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

જસદણના રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખાંડા હળમતિયામાં પર્યાવરણ દિનની ઉજવણીઃ ૧૫૦ બહેનોએ ગ્રામ સફાઈ કરી

જસદણ તા. ૮: વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વે  ખાંડા હળમતિયા ગામે રિલાયન્સ ફાઉન્ડેશન જસદણ અને ગ્રામ વિકાસ મંડળ ખાંડા હળમતિયા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવામાં આવી ગામ ની પ્રાથમિક શાળા માં ૧૫૦ બહેનો ૨૦ ભાઈઓ અને ૧૦૦ જેટલા બાળકો દ્વારા આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી

કાર્યક્રમ ની સરુઆત માં પ્રાથમિક શાળા ની બાળા ઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવામાં ત્યારબાદ સખીમંડળ ના મહિલા આગેવાનો દ્વારા મંચ પર બિરાજેલા તમામ મહેમાનો ને સ્મ્રુતી ચિન્હ આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ રિલાયન્સ ફાઉન્ડેશન જસદણ ના  અશ્વિનભાઈ જોસી દ્વારા પ્રસંગને અનુરૂપ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવા ની જરૂરિયાતો પર્યાવરણ ની જાળવણી વ્રૂક્ષારોપણ નું મહત્વ અને પ્લાસ્ટિક ના વધતા વપરાસ થી સંભવિત ખતરા ની વાત કરી ફોરેસ્ટ વિભાગ ના અધિકારી શ્રી બ્લોચસાહેબ દ્વારા વ્રુક્ષારોપણ અને જંગલો ની જાળવણી ઉપર વાત કરતા ગામ ના દરેક પરિવારે ફરજીયાત વ્રુક્ષો વાવી ને તેનું જતન કરવું જોયે તેવું જણાવેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી પટેલ સાહેબ પ્લાસ્ટિક થી થતા નુકસાન અને પર્યાવરણ ને બચાવવા પાણી નો બગાડ અટકાવો ખેતી માં પણ એવી પદ્ઘતિઓ અપનાવો કે પર્યાવરણ ને નુકસાન ના થાય જળ જંગલ અને જમીન ની જાણવણી કરવી જોયે અને ગામ ને સ્વચ્છ અને સુંદર રાખવા માટે ભલામણ કરેલ તાલુકા સિક્ષણ અધિકારી શ્રી ડી ડી રામાનુજ દ્વારા શિક્ષણ આપવાની સાથે પર્યાવરણ ની જાળવણી બાબતે પણ બાળકો અને ગ્રામજનો ને જાગૃતિ લક્ષી વાત કરી હતી રિલાયન્સ ફાઉન્ડેશન વ્રજલાલ ભાઈ રાજગોર દ્વારા હળમતિયા ગામ માં આગામી ચોમાસામાં ૫૦૦ વ્રુક્ષો નું વાવેતર કરવાનો સંકલ્પ છે જેના ભાગ રૂપે ઉપસ્થિત મહેમાનો ના હસ્તે સખી મંડળ ના મહિલા આગેવાનો ને એક-એક વ્રુક્ષ નું વિતરણ કરવામાં આવેલ

કાર્યક્રમ ને પુર્ણાહુતી તરફ લય જતા રિલાયન્સ ફાઉન્ડેશન ના દિલીપભાઈ દ્વારા પ્લાસ્ટિક નો વપરાસ ના કરવો વ્રુક્ષા રોપણ કરી પર્યાવરણ નું જતન કરવા માટે સપથ ગ્રહણ કરાવેલ ત્યારબાદ તમામ ગ્રામ જનો સખીમંડળ ના ૧૩૦ બહેનો સાથે અન્ય બહેનો મળી ને ગ્રામ સફાય કરેલ જેમાં કાર્યક્રમ માં પધારેલા મહેમાનો પણ જોડાયા ગામ ની મુખ્ય બજાર પ્રાથમિક શાળા અને સાર્વજનિક જગ્યાઓ માં સફાય કરેલ અને તમામ દુકાનદારો અને લોકો ને કચરો ના કરવો અને પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરવા જાગૃત કરેલ

આ કાર્યક્રમ નું સંચાલન ગ્રામ વિકાસ મંડળ ના આગેવાન સપનાબેન અને સખીમંડળ ના આગેવાનોએ કરેલ તેમજ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રાથમિક શાળા ના સાચાર્ય એ જહેમત ઉઠાવી હતી

આ કાર્યક્રમ માં તાલુકા વિકાસ અધિકારી , નાયબ તાલુકા વિકાસ અધિકારી , ફોરેસ્ટ અધિકારી શ્રી બ્લોચ , મિસન મંગલમ ના હરેશભાઈ, તાલુકા શિક્ષણ અધિકારી રામાનુજ સાહેબ, હળમતિયા ના તલાટી સાહેબ, તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન ના ટીમ લીડર કિરણભાઈ પટેલ, નીરપત કીરાર,અશ્વિનભાઈ જોશી, દિલીપભાઈ બાયલ અને વ્રજલાલ રાજગોર એ હાજરી આપી સફળ બનાવેલ

(11:29 am IST)