સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

કોડીનારના પી.આઇ. બી. એન. ખાંભલાને વિદાયમાન

કોડીનારઃ કોડીનાર પોલીસ સ્ટેશનનાં લોકપ્રિય આવારા તત્વોને કાયદાનું ભાન કરાવનાર અને કોડીનારમાં સિંધમ અધીકારીની છાપ ધરાવતાં પી.આઇ. બી. એન. ખાંભલાની ઉના મુકામે બદલી થતાં અને નવા પી.આઇ. જે. બી. ચાવડાએ કોડીનારનાં પી.આઇ. તરીકે ચાર્જ સંભાળતા પી.આઇ. ખાંભલાનો વિદાય સમારંભની સાથે નવા પી.આઇ. ચાવડાનાં સ્વાગતનો કાર્યક્રમ કોડીનાર પોલીસ સ્ટેશનમાં યોજાયો હતો. જેમાં પી.એસ.આઇ. કે. એન. અધેરા, પી.એસ.આઇ. દવે, પી.એસ.આઇ. હેરમા સહિતનાં પોલીસ સ્ટાફ અને પત્રકારો અશોક પાઠક, કુલદીપ પાઠક, અલ્તાફ મુગલ, ધર્મેશ પાઠક વગેરેએ હાજર રહી વિદાય લઇ રહેલા પી.આઇ. અને નવા પી.આઇ.નું ફુલહાર દ્વારા સન્માન કર્યું હતું તે પ્રસંગની તસ્વીર.

(11:27 am IST)