સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના પત્રને લઇ

ભાવનગર જિલ્લા-તાલુકા કોંગ્રેસ સંગઠ્ઠનમાં સંકલનનો અભાવ

ભાવનગર તા. ૮ : પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષનો પત્ર આજે ત્રિ-દિવસીય આંદોલન કરવાના આદેશ વાળો સોસિયલ મીડીયામાં ફરતો થયો હતો જેને લઇ આઇ.બી.વિભાગ એલર્ટ થયું હતું. પરંતુ આ પત્રને લઇ જિલ્લા-તાલુકા સંગઠ્ઠનના આગેવાનો વચ્ચે સંકલનન અભાવ જોવા મળ્યો હતો એટલું જ નહી તાલુકા સંગઠ્ઠન અધ્યક્ષ પુરતા વાકેફ પણ નહતા.

ભાવનગર જિલ્લામાં કોંગ્રેસની બેઠકો વિધાનસભામાં ન વધવાનું કારણ જવાબદાર કાર્યકર્તાઓ, આગેવાનોમાં સંકલનનો અભાવ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બે દિવસ પહેલા સંબંધીતોને લઇ વહેતા કરવામાં આવેલ પ્રદેશ અધ્યક્ષના ત્રિ-દિવસીય આંદોલનના કાર્યક્રમોને લઇ જીલ્લા, તાલુકા અને નગરલેવલના આગેવાનો સાથે થયેલ વાતમાં અનુભવાયું.

૮ જુના શુક્રવારથી ૧૦ જુન રવિવાર ત્રણ દિવસ તાલુકા મથકે મામલતદારને આવેદન, ગામડે-ગામડે અસર કારક રીતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ અને ૧૦ જુને જીલ્લા મુખ્ય મથકે ધરણા, રસ્તા રોકો, જેલભરો આંદોલન આક્રમક અને અસરકારક રીતે યોજવાનું જીલ્લાના મુખ્ય આગેવાનોને પત્રમાં જણાવેલ છે.

પરંતુ આ પત્રના પગલે તળાજા તાલુકા સંગઠ્ઠન અધ્યક્ષ દિગુભા ગોહિલને પુછતા તેમણે આવતીકાલથી કાર્યક્રમ છે કે નહી તે ખબર નથી ! શનિવારે કાર્યક્રમો પરંતુ હું પણ જાણીને તમને કહું તેમ મોબાઇલ પર જણાવ્યું હતું. તેમની સાથે ધારાસભ્ય કનુભાઇ બારૈયા પણ હતા તેમને પણ પુરતી ખબર ન હોવાનું મોબાઇલ પર થતી વાતમાં સાંભળવા મળ્યું હતું.

તળાજા નગર સેવા સદનના વિરોધપક્ષના કોંગ્રેસ નેતા મુસ્તાકભાઇ મેમનએ પણ પોતે કોંગ્રેસના આ પ્રકારના કાર્યમોથી અજાણ હોવાનું જણાવ્યું હતું તો તળાજા શહેર કોંગ્રેસ અધ્યક્ષ તો  મહીનાઓ પહેલા  રાજીનામુ ધરી દિધુ છ.ે

આ બાબતે જીલ્લા કોંગ્રેસ અધ્યક્ષ પ્રવિણભાઇ વાળાને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અને આંદોલનના ત્રિ-દિવસીય વિવિધ કાર્યક્રમો અંગે પુછતા તેમણે કાલથીજ કાર્યક્રમ શરૂ થશે તેમ જણાવ્યું હતું.

આથી તળાજા પ્રમુખને ખબર નથી તેમ કહેતા સારૂ થયું તમેમ કહ્યું હું વાત કરી લવછુ તેમ જણાવ્યું હતું.

આમ ભાવનગર જિલ્લામાં કોંગ્રેસના આગેવાનોમાંજ ર૦૧૯ ની તૈયારીઓ -વ્યુહ કોંગ્રેસ ઘડી રહ્યુંછે. ત્યારે સંકલનનો અભાવ બહાર આપ્યો છે.

(11:26 am IST)