સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

લોધીકા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રો દ્વારા રસોઇ સ્પર્ધા

ખીરસરા : લોધીકા તાલુકા કન્યા શાળામાં મામલતદર બી.વી. મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, સરપંચ જેન્તીભાઇ, ઉપસરપંચ રાહુલસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય દિગુભા જાડેજા, ગ્રામપંચાયત સભ્ય મનસુખભાઇ ખીમસુરીયા, મધ્યાહન ભોજન કેન્દ્રના તાલુકા પ્રમુખ કિશોરભાઇ ખીમસુરીયા, ઉપપ્રમુખ વલ્લભદાસ ગોંડેશ્વર, સુપરવાઇઝર એચ.કે. કુવાડીયા, એચ.જે. કુડારીયા, બીજી કરકરર, એ. આર. પાવરા, સહિત અન્ય મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકો, મદદનીશ રસોયાની ઉપસ્થિતિમાં ટેસ્ટીંગ મેનુમાં રસીયા ઢોકળા, મેટોડા પ્રા.શાળા દ્વારા શાકભાજી, હરીપર પાળ પ્રા. શાળા દ્વારા દાળ-ઢોકળી, લોધીકા કન્યાશાળા દ્વારા પુલાવ-ભાત, ચાંદલી પ્રા.શાળા દ્વારા ચણાચાટ, ઢોલરા પ્રા. શાળા તથા લક્ષ્મીઇટાળા પ્રા.શાળા દ્વારા દાળભાત સહિતની વાનગી બનાવાઇ હતી. આ તકે મહેમાનોનું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. આવા જ સંકલન સાથે તાલુકાના મધ્યાહન ભોજનકેન્દ્ર ચાલે તેમ મામલતદાર દ્વારા જણાવાયું હતું. એવી જ રીતે બાળકોને સ્વાદિષ્ટ પોસ્ટીક આહાર મળી રહે તેવું ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજાએ જણાવેલ. સંચાલકો, રસોયા, મદદનીશોએ જહેમત ઉઠાવેલ હતી. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ, ખીરસરા)

(11:25 am IST)