સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

ગુરૂકુલ રીબડામાં ધો.૧૧ (અંગ્રેજી) કોમર્સ વિભાગ શરૂ થશે

રાજકોટઃ  સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રત્ષ્ઠિનમ્  એસજીવીપીની નૂતન શાખા એસજીવીપી ગુરુુકુલ રીબડા ખાતે ધો.૧થી ૧૨ અંગ્રેજી માધ્યમની ( સીબીએસઈ માન્યતા) ઇન્ટરનેશનલ સ્કુલનો઼ શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. વિદ્યાર્થીઓ ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા બાદ શ્રીધર્મવત્સલદાસજી સ્વામીએ તથા  પ્રિન્સીપાલે પ્રવેશ કરતા વિદ્યાર્થાઓને આવકારી કુમકુમનો ચાંદલો કર્યો હતો હરિનંદનદાસજી સ્વામી અને વિશ્વસ્વરુપદાસજી સ્વામીએ મીઠાઇ વહેંચી હતી.  આ મહિનાથી  એસજીવીપી ગુરુકુલ વિદ્યાલય (સીબીએસઈ બોર્ડ) રીબડા ખાતે અંગ્રેજી માધ્યમ  ધો.૧૧ કોમર્સ વિભાગ શરૂ થાય છે. જેમાં વિદ્યાર્થીઓને ઔદ્યોગિક એકમ, મલ્ટી નેશનલ કંપનીના આયામો તેમજ કોમર્સ ક્ષેત્રે ઉજ્જવળ કારકીર્દિ બનાવવા માટે વૈશ્વિક ક્ક્ષાની તાલીમ પણ આપવામાં આવશે. શ્રી માધવપ્રિયદાસજી સ્વામી એ આ સંસ્થાના અધ્યક્ષ છે.  એસજીવીપી સ્કુલ - અમદાવાદ એ વિશ્વમાં ઇન્ટરનેશનલ સ્કુલ તરીકે માન્યતા આપતી અમેરિકા સ્થિત એડવાન્સઇડી સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ છે.

(11:23 am IST)