સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

જામજોધપુરમાં આધેડ આત્મવિલોપન કરે એ પહેલા જ અટકાયત

જામજોધપુરઃ તાલુકાના વાલાસણ ગામે રહેતા દલિત લક્ષ્મણભાઇ મકવાણાએ ગામમાં દબાણ મુદ્દે અગાઉ રજૂઆત કરી યોગ્ય કરવા મુદ્દે ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હોવા છતા પણ માંગણી મુદ્દે કાર્યવાહી નહિ અંતે ગઇકાલે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા. જયાં પગલુ ભરે તે પહેલા જ બંદોબસ્તમાં રહેલા પી.એસ.આઇ. શ્રી પરમાર, કોન્સ્ટેબલ રાવલભાઇ રામભાઇ ચાવડા, હરેશભાઇ સહિતનાએ અટકાયત કરી જરૂરી કાર્યવાહી કરી હતી. (તસ્વીર-અહેવાલઃ અશોક ઠકરાર જામજોધપુર)

(11:22 am IST)