સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

દેરડી (કુંભાજી)ને તાલુકો બનાવો

ગોંડલ, તા. ૮ :. દેરડી(કુંભાજી) ગામ ગોંડલથી ખૂબ દૂર ૩૫ કિ.મી.ના અંતરે આવેલ છે. ગામની વસ્તી આશરે ૧૨,૦૦૦ ઉપરની છે. તેમજ દેરડી (કુંભાજી) ગામમાં તમામ વસ્તુઓ મળતી હોવાથી આજુબાજુના ૨૫ ગામના લોકોની ખરીદી થાય છે. તેમજ વાસાવડ અને સુલતાનપુર પણ ૧૨,૦૦૦ની આસપાસ વસ્તી ધરાવતા ગામ છે તે ગામો પણ ગોંડલથી દૂર ૩૫ કિ.મી.ના અંતરે આવેલ છે અને દેરડી (કુંભાજી)થી આ બન્ને ગામો તદ્દન નજીક ૧૨ કિ.મી. આવેલા છે. તેમજ અન્ય ગામો રાણસીકી, ધરાળા, રાવણા, પાટખિલોરી, મોટીખિલોરી, વાવડી, બાંભણીયા, બાદલપુર, સનાળા, સનાળી જે ગામો દેરડી(કુંભાજી)થી ૩ થી ૫ કિ.મી.ના અંતરે આવેલા છે.

તેમજ સાજડીયાળી, નાના સખપર, મોટા સખપર, વિંઝીવડ, કેશવાળા, મેતા ખંભાળીયા, બિલડી, ઉજળા, અનિડા, લાખાપાદર, ઈશ્વરીયા આ ગામો દેરડી (કુંભાજી)થી ૮ થી ૧૦ કિ.મી.ના અંતરે આવેલા છે. તેમજ બીજા અન્ય ગામો પણ દેરડી (કુંભાજી)થી નજીક થાય છે. આ ગામોને કંઈ પણ ખરીદી માટે દેરડી (કુંભાજી) આવવું પડે છે અને આ બધા ગામો વસ્તી કુલ મળીને ૭૦,૦૦૦ આસપાસ થાય છે. તેમજ દેરડી (કુંભાજી) ગામ કેન્દ્રમાં આવેલ હોવાથી દેરડી(કુંભાજી)ને તાલુકા કક્ષાનો દરજ્જો આપવો જરૂરી છે.

આ અંગે ગોંડલ તાલુકા પંચાયતના સભ્ય શ્રૃતિબેન મોણપરાએ એક અખબારી નિવેદનમાં માંગણી ઉઠાવી છે.

(11:20 am IST)