સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th June 2018

જૂનાગઢ અને માંગરોળમાંથી સગીર યુવતિનું અપહરણ

ફરિયાદનાં પગલે પોલીસ તપાસ

જૂનાગઢ તા. ૮: જૂનાગઢ અને માંગરોળમાંથી સગીર યુવતિનું અપહરણ થયાનું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢ઼નાં રોહિદાસપરામાં રહેતા એક પરિવારની ૧૪.૧૦ વર્ષની સગીર પુત્રીને અજાણ્યો શખ્સ ગઇકાલે લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હોવાની ફરિયાદ તરૂણીની માતાએ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આજ પ્રમાણે માંગરોળનાં એક પરિવારની સગીર વયની દિકરીને અજાણ્યો શખ્સ ગત તા. પાંચ જૂનના રોજ ભગાડી ગયો હોવાની ફરિયાદ થતાં પોલીસે તરૂણી અને અપહરણકારની શોધખોળ હાથ ધરી છે.

(11:19 am IST)