સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ગ્રામીણ કોરોના કેર સેન્ટર અંતર્ગત ગામડાઓના પ્રવાસે

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગ્રામીણ કોરોના કેર સેન્ટર ઉભા કરવા બાબતે સમજણ આપવા મોરબી-માળિયા તાલુકાના વિજયનગર, માણાબા, વિશાલનગર, સુલતાનપુર, ચીખલી સહિતના ગામોનો પ્રવાસ કર્યો હતો અને કોરોના મહામારીમાં દિવંગત થયેલ લોકોની મોક્ષગતિ માટે તેમજ કોરોના સંક્રમિત હોવા છતાં તેની સામે ઝઝૂમીને પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરેલ લોકોના સ્વાસ્થ્યની વધુ ખેવના રાખવા જણાવ્યું હતું
તેમજ જે સંક્રમણથી બચી ગયા છે તે લોકો ફરજીયાત માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જળવાય, વારંવાર સાબુથી હાથ ધોવા જેવી તકેદારી રાખીને કોરોના સામે સાવચેતી કેળવવી જરૂરી ચેહ ઉપરાંત ગામના સ્થાનિક પ્રશ્નોથી ધારાસભ્ય વાકેફ થયા હતા મોરબી તાલુકાના જુના નાગડાવાસ, રામપર, માધુપુર સહિતના ગામોના પીવાના પાણીની મુશ્કેલી દુર કરવા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય સુખાબાપા ડાંગર, નાગડાવાસના સરપંચ ધીરૂભાઈ રાઠોડ અને તાલુકા પંચાયત સભ્ય જયેશભાઈ રાઠોડને સાથે રાખીને ગાળા પાણી પુરવઠા સંપ ખાતે પાણી પુરવઠા બોર્ડના નાયબ ઈજનેર ખ્યાતીબેન પટેલ અને જુનિયર ઈજનેર ચૌહાણને સાથે રાખીને સ્થળ પર કામગીરીનું જાત નિરીક્ષણ પણ ધારાસભ્યે કર્યું હતું તેમજ તાબડતોડ કામગીરી પૂર્ણ કરી ગામડાઓને પીવાના પાણીનો પુરતો જથ્થો સમયસર મળી રહે તે માટે ઈજનેરોને તાકીદ કરી હતી

(7:41 pm IST)