સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

મોરબી જિલ્લામાં કોરોનાના નવા ૮૦ કેસ : ૫૯ દર્દીઓ સ્વસ્થ : એક મૃત્યુ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૮ : મોરબી જીલ્લામાં કોરોના કેસો એક તબક્કે ૧૦૦ને પાર પહોંચી ગયા બાદ હવે કેસોમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. મોરબી જીલ્લામાં નવા ૮૦ કેસ નોંધાયા હોય અને ૫૯ દર્દીઓ સ્વસ્થ થયા હતા તેમજ એક દર્દીનું સરકારી ચોપડે મૃત્યુ થયું છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૪૫ કેસોમાં ૩૩ ગ્રામ્ય અને ૧૨ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૬ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૪ કેસોમાં ૦૯ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૧૫ કેસો મળીને નવા ૮૦ કેસ નોંધાયા છે જીલ્લામાં ૫૯ દર્દીઓ સ્વસ્થ થયા છે અને જીલ્લામાં એક દર્દીનું મોત થયું છે. નવા કેસો સાથે જીલ્લામાં એકટીવ કેસનો આંક ૯૬૫ થયો છે. કોવીડ પ્રોટોકોલ મુજબ આઠ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

(12:44 pm IST)