સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

વેરાવળ સોમનાથમાં રરના મૃત્યુ ર૪ કલાકમાં જીલ્લામાં કોરોના પોઝીટીવ ર૩૦ આવતા ખળભળાટ

વેરાવળ, તા.૮: સોમનાથમાં કોરોનામાં મૃત્યુ આંક ઘટતો નથી તેમજ પોઝીટીવ કેસો પણ વધતા જાય છે આરટીપીસીઆર માં સૌથી મોટો આંકડો આજે આવતા ભારે ખળભળાટ મચેલ છે રેપીડ ટેસ્ટ મોટા ભાગે બંધ છે તેના આંકડાતો આપવામાં આવતા નથી ર૪ કલાકમાં રરના મૃત્યુ થયેલ હોય તેવું બિન સતાવાર રીતે જાણવા મળેલ છે.

વેરાવળ સોમનાથ માં સીવીલ,ખાનગી હોસ્પીટલોમાં કોરોનાના અનેક દર્દીઓ સારવાર લઈ રહેલ છે તેમાં મૃત્યુ આંક ઘટતો નથી ર૪ કલાક માં રર ના મૃત્યુ થયેલ હોય તેવું બિન સતાવાર રીતે જાણવા મળેલ છે ત્રીવેણી સ્મશાન ઘાટમાં સતત મૃતદેહોને અગ્નીદાહ અપાતો હોય તેવી તસ્વીરો પણ સોશ્યલ મીડીયામાં આવેલ છે જયારે કબ્રસ્તાનમાં પાંચને દફનવીધી થયેલ હોય તેમ જાણવા મળેલ છે.

આરટીપીસીઆર ટેસ્ટ ૮૦૦ થી ૧૦૦૦ ના થતા હોય છે તેમાં ર૩૦ કોરોના પોઝીટીવ આવતા ર૩ થી રપ ટકા સંક્રમીત થયેલ હોય તે આંકડો આવતા ખળખળાટ મચેલ છે રેપીડ ટેસ્ટ બંધ હોય તેના આંકડા પણ આપવામાં આવતા ન હોય તેમજ આખા જીલ્લામાં આઈસોલેશન વોર્ડ ગામડે ગામડે ખુલી ગયેલ હોય ત્યાં પણ દર્દીઓની સારવાર ચાલુ છે આ વિસ્તારમાં જે ગતિએ કેસો આવતા હતા તેમાં સંક્રમણ વધતું હોવાનું સરકારી આંકડાઓમાં બતાવાય છે પણ વેરાવળશહેરમાં જે રીતે દર્દીઓ દાખલ થતા હતા તેમાં ધણા ઓછો કેસો આવે છે તે હકકીત છે અનેક હોસ્પીટલોમાં ખાટલાઓ ખાલી છે રજા અપાયેલ ૭૧ દર્દીઓ છે તેમજ મૃત્યુ આંક સરકારી ચોપડે નીલ છે.

આજરોજ ગીર સોમનાથ જીલ્લા કોરોના પોઝીટીલ કેસો નોધાયેલજેમાં વેરાવળ ૭૧, સુત્રાપાડા રર, કોડીનાર ૩૬, ઉના ૪ર, ગીરગઢડા ૧૬, તાલાલા ૧૭, અન્ય રાજય જીલ્લાના ૬ કુલ ર૩૦ કેસો નોધાયેલ છે.

(12:43 pm IST)