સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

અમરેલીમાં રૂ. ૬ લાખની ઓનલાઇન છેતરપીંડી કરતા ખળભળાટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૮ :  લાઠી રોડ ઉપર દિકરાના ઘરની પાછળ ખોડિયારનગરમાં રહેતા દિનેશચંદ્રજી છગનલાલ સરવૈયા (ઉ.વ.૬ર) ના મોબાઇલમાં અમિતકુમાર નામના અજાણ્યા શખ્સ મો. ૮પ૦૯ર૬૪૩૯૩ થી ફોન કરી. પોતે બીએસએનએલ કસ્ટમર કેરનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી મોબાઇલ સીમાનું ડોકયુમેન્ટ વેરીફીકેશન બાકી છે. તેવું જણાવી રૂ. ૧૦ નું નાણાંકીય ટ્રાન્ઝેકશન કરવાથી કેવાયસી અપડેટ થઇ જશે જેથી ટ્રાન્ઝેકશન કરતા અજાણ્યા શખ્સે પ્રથમ રૂ. રપ૦૦ તેમજ રૂ. પ૦૦ ઉપાડી લીધેલ. તે રકમ જમા કરાવવાનું કહેતા પ્લેસ્ટોરમાંથી એપ્લીકેશન ડાઉનલોડ કરવા જણાવતા તે ડાઉન લોડ કરતા અજાણ્યા શખસે એસબીઆઇ શાખા અમરેલીના જોઇનટ એકાઉન્ટમાંથી રૂ. ર,૩૩,૮૦૦ ની પર્સનલ લોન લઇ ઠગાઇ કરી જુદા જુદા પાંચ એકાઉન્ટમાંથી ર૭ ટ્રાન્ઝેકશન કરી તે પૈકી ૧ર ટ્રાન્ઝેકશનમાં રૂ. ૬,૦૦,૪૯૩/- ઇન્ટનેટના માધ્યમથી ઓટીપી એસએમએસ આપીયા વગર ઇમ્ફોમેશન ટેકોનલોજીનો ઉપયોગ કરી છેતરીપીડી કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જુગાર

અમરેલી અને લાઠીના કેરીયામાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી જુગાર રમતા ૭ શખ્સોને પકડી પાડેલ છે. અને જુગારના પટમાંથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ દરોડા અંગે પ્રાપ્ત વિગત અનુસાર લાઠીના કેરીયા ગામે જાહેરમાં જુગાર રમતા દલસુખ ભીમજી રાસડીયા, નીમેશ લુણશી ભુવા, ભરત રણછોડ ટાંક, રજાક સબીર કુરેશીને એ.એસ.આઇ. બી.પી. ધાધલાએ રોકડ રૂ. ૪ર૮૦/- સાથે ઝડપી પાડયા હતા. જયારે અમરેલી કુંકાવાવ જકાતના સૂર્યાટીંબા પાસે હારૂન જમાલ રાઠોડ, જગાવેલ શ્રી પરમાર, રાજે વિભુ પરમારને પો. કોન્સ. ભરતભાઇ ડાભીએ જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ. ૩૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

મારમાર્યો

રાજુલા તાલુકાના વાવેરા ગામની સીમમાં ખેતરના શેઢે પાળા પ્રશને લાલદાસમણીરામદુધરેજીયા ઉ.વ.૩રને જમનાદાસ સુખારામ દુધેરજીયા, અલ્પેશ જમનાદાસ દુધરેજીયાએ ગાળો બોલી પકડી રાખી લાકડી વડે મારમાર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઇજા

મોરબીના હળવદ ગામના વિજય ઉર્ફે કડુભાઇ નાકાભાઇ આકોલીયા (ઉ.વ.ર૦) પિતા-પુત્ર પોતાના સુઝુકી બાઇક લઇ જતા હતા ત્યારે નાના માચીયાળા નજીક અલ્ટીકાર જી.જે. ૦૩૯૯૭૭ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇકને હડફેટે લઇ વિજયભાઇને પગમાં ઇજા કરી પાછળ બેઠેલા પિતા કડુભાઇ ઉર્ફે કાનાભાઇને જમણા પગમાં ફેકચર કરી સારવાર માટે રાજકોટ લઇ જઇ નાશી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:42 pm IST)