સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

અમરેલી અને જીલ્લામાં કોવિડ-બીન કોવિડમાં ૧૧ ના મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૮ : અમરેલી જિલ્લામાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા હોસ્પિટલોમાં ઓછી આવી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા થઇ રહેલા સર્વેલન્સમાં પોઝીટીવ દર્દીઓ મળી રહ્યા છે ત્યારે આજે શુક્રવારે રાહત રૂપ સમાચાર એ છે કે આજે કોરોનાના દર્દીના મૃત્યુના બનાવોમાં ઘટાડો થયો છે. આજે ૧૮ દર્દીઓના મૃત્યુ થયા છે. જો કે અમરેલી શહેરમાં એક કોરોનાની સારવાર લેતા અને બીજા અન્ય ૧૦ મળી કુલ ૧૧ મૃત્યુ થયા છે.

આજ પ્રકારે સાવરકુંડલામાં સાવર વિભાગના સ્મશાનમાં મધરાત્રે એક કોવિડ અને ત્રણ અન્ય તથા કુંડલા વિભાગમાં બે અન્ય મળી કુલ ૬ અંતિમ વિધી થઇ છે અને રાજુલામાં ૬ અંતિમ વિધી કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થઇ છે.

આ ઉપરાંત અમરેલીમાં મોહનનગર, એસટી ડિવીઝન સામે, લીલીયા રોડ શિવ રેસીડેન્સી, ચિતલ રોડે તપોવન મંદિર પાસે, હનુમાનપરા સહિત અમરેલી શહેરના એક કોવિડ અને બાકીના ૧૦ માંથી મોટા ભાગના એવા હતા કે જે કોવિડમાં નેગેટીવ આવ્યા હતા અને ઘર પર હતા તેમના મૃત્યુ થયા છે.

(12:42 pm IST)