સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

જામનગર સિવિલ હોસ્પિટલને ૧૦૦ પંખાઓનું અનુદાન

જામનગર, તા. ૮ : જામનગર સિવિલ હોસ્પિટલ ગુરુગોવિંદસિંઠ હોસ્પિટલ વિશ્વ કોરોના મહામારીમાં એક કલસ્ટર  હોસ્પિટલ તરીકે કામ કરી રહી છે. જામનગર શહેર ઉપરાંત, જામનગર કિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો,  પોરબંદર, જૂનાગઢ. રાજકોટ / મોરબી જિલ્લા ના દર્દીઓને ઉત્કૃટ સેવા આપી રહી છે. બેડ ની સંખ્યાની  દ્રષ્ટિએ જોઈએ તો સૌરાષ્ટ્રની સહુથી મોટી હોસ્પિટલ તરીકે ગુરુગોવિંદસિંહ હોસ્પિટલનું નામ મોખરે રહે છે.  ૧૬૦૦ થી વધુ બેડસ ધરાવતી આ હોસ્પિટલમાં ઉનાળાના સમયમાં દર્દીઓને વધુ રાહત મળી રહે તેવી વ્યથા  કરવા માટે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા દ્વારા જહેમત ઉઠાવી અને તેઓની  જહેમત રંગ લાગી અને શહેરના ઉદ્યોગપતિ, વેપારીઓ દ્વારા ૧૦૦ નવા પેડેસ્ટીયલ પંખાઓ ની વ્યસ્થા  કરાવી અપાઈ. આ તબ્બકે શ્રીજી ઈન્ફ્રાસ્ટ્રકચર (શ્રી પરેશભાઇ વાઘાણી), શિવમ બ્રાસ (આશિષભાઇ રાબડીયા),  ભારત પ્રિસિઝન (કે.કે.પટેલ), અશ્વિની મેટલ (અસ્વીનભાઈ ગજરા), કેદારનાથ આઈ.એન.સી (અસ્વીનભાઈ  સંઘાણી) કમલ મેટલ (નવીનભાઈ કોઠીયા), કશ્યપભાઈ ઠક્કર, રાજ હોમ ડેકોર (પંકજભાઈ પાંભર), રવિ  એન્ટરપ્રાઇઝ (રવિભાઈ), ગાયત્રી મેટલ પ્રોડકટ (મુકેશભાઈ). મિલનભાઈ નંદા, સંદીપ બ્રાસ (કલ્પેશભાઈ  નારિયા), પ્રિસીશન બ્રાસ (દિનેશબાઈ રાબડીયા), પ્રમુખ પ્રોડકટ્સ (મહેશભાઈ બોરસદીયા) દ્વારા રૂપિયા  અઢી લાખના ખર્ચે ૧૦૦ ક્રોમ્પ્ટન બ્રાન્ડના હાઈસ્પીડ પેડેસ્ટીયલ પંખાનું અનુદાન આપવામાં આવેલ. 

 શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરાના આ ઉમદા  પ્રયાસોને ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન ના હોદેદારો - પદાધિકારીઓ તથા જામનગર ગુરુગોવિંદ  સિંહ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આવકારવામાં આવેલ. શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા. પૂર્વ શહેર  અધ્યક્ષ હસમુખભાઈ હઢિંડોચા, દાત! શ્રીઓના પ્રતિનિધિ પૈકી પરેશભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આ પંખાનું  અનુદાન હોસ્પિટલના અધિક સુપ્રિ. ડો. વસાવડા ને અપણ કરવામાં આવેલ. તેમ શહેર ભાજપ મીડિયા  સેલના ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવેલ છે.

(12:39 pm IST)