સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

જામનગરના બેડ ગામની નદીમાં નાહવા પડતા યુવાનનું ડૂબી જતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: અહીં સાધના કોલોની જામનગરમાં રહેતા કિશનભાઈ સુંદરદાસ આશિયાણી, ઉ.વ.પ૯ એ સિકકા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૭–પ–ર૦ર૧ના આ કામે મરણજનાર સુનિલ કિશનભાઈ આશિયાણી, ઉ.વ.૩૩, રે. સાધના કોલોની, આવાસ, જામનગરવાળા તેના મીત્ર સાથે બેડ ગામની નદીએ નાવા પડતા નદીમાં ડૂબી જતા મરણ ગયેલ છે.

કૂતરાઓને ન મારવાનું કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની રાવ

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ એ ફરીયાદ નોંધાવી છે કે, રપ–૧–ર૦ર૧ જામનગરના ગાંધીનગર–શાસ્ત્ર્રીનગર  બ્લોક નં.ર૩ ની સામે રોડ ઉપર આરોપીઓ રઘુભા વાળા, અજયસિંહ રઘુભા વાળા, ધમો રઘુભા વાળા, રે. જામનગરવાળા જાહેરમાં ધોકા, પાઈપ વડે રોડ ઉપર જાહેરમાં કૂતરાઓને માર મારતા હોય અને ફરીયાદી વિરેન્દ્રસિંહ એ આરોપીઓને કૂતરાઓને માર ન મારવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી વિરેન્દ્રસિંહને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી જીલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જી.જી.હોસ્પિટલ માંથી મોટરસાયકલ ચોરાયું

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દેવરાજભાઈ નથુભાઈ ફીસરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.પ–પ–ર૦ર૧ના જી.જી.હોસ્પિટલ પહેલા ગેઈટ પાસેથી, જામનગરમાં પોતાની માલીકીનું મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦–બી.એમ.–રરર૧, કિંમત રૂ.ર૦,૦૦૦/– નું કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ જઈ ગુનો કરેલ છે.

કાલાવડમાં જુગાર રમતા છ ઝડપાયા

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેશભાઈ મોહનભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–પ–ર૦ર૧ ના કાલાવડના કૈલાશનગર સામે કોળી પા માં આરોપી અશોકભાઈ છોટાલાલ ભટ્ટ, નિતીનભાઈ રવજીભાઈ ચાવડા, જીતુભાઈ બાબુભાઈ ચૌહાણ, હુશેનભાઈ બચુભાઈ નકાણી, કનુભાઈ રૂડાભાઈ સાગઠીયા, યુનુસભાઈ તૈયબઅલી સાદીકોટ, રે. કાલાવડવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૬૭૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:38 pm IST)