સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

જામદેવળીયાના ખુનના બન્ને આરોપી ઝબ્બે

ખંભાળીયા તા.૮ : દેવભૂમિ દ્વારકા જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ એ ગુ.ર.ન.૦પર૦/ર૦ર૧ ઇ.પી.કો. કલમ ૩૦ર, ૩ર૩, ૧૧૪ મુજબના કામેના આરોપી (૧) રણમલભાઇ પબાભાઇ પઠાણ, હિન્દુ ડફેર રહે.જામદેવળીયા ખારી વાડી વિસ્તાર તા.કલ્યાણપુર (ર) મેરૂભાઇ રામભાઇ લાડક, હિન્દુ ડફેર રહે. વડાળા તા.જી.પોરબંદર વાળાને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ કાર્યવાહી ધરેલ છે.

આ ગુન્હાની હકકીત એવી છેે કે છગનભાઇ દેવાભાઇ વરૂ ઉર્ફે વ.૩૬ જામ દેવળયા તા.કલ્યાણપુરવાળાને આરોપી રણમલભાઇ ડફેરના માતા લાભુબેન સાથે છેલ્લા એકાદ વર્ષથી આડા સંબંધ હોય અને બન્ને આરોપીઓએ મરણ જનાર તથા સાહેદ લાભુબેનને ઝૂપડે કઢંગી હાલમાં જોઇ જતા આ મનદુઃખના કારણે ધારીયા વડે માથાના ભાગે જીવલેણ ઘા મારેલ તેમજ ઢીકાપાટુનો માર મારી  ખુન કરી નાશી ગયેલ હોય જે આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરી આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહીમાં જે.પી.ચાવડા પોલીસ ઇન્સ એમ.તથા પી.સી.શીંગરખીયા પો.સબ. ઇન્સ તથા એસ.વી.ગળચર પો.સબ.ઇન્સ. તથા ટીમ તેમજ કલ્યાણપુર પો.સ્ટે.ના એફ સબ ઇન્સગગનીયા પો.બી.તથા પી.ડી.વાંઘ પો.સબ. ઇન્સ. તથા એ.બી.ગોઢાણીયા, પો.સબ. ઇન્સ. તથા કલ્યાણપુર પોલીસ ટીમ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:04 pm IST)