સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

પોરબંદરનાં સાંસદ રમેશભાઇ ધડુકના કૌટંબીક ભત્રીજાનો કોરોનાએ ભોગ લીધો

સિનિયર પત્રકાર કિશોરભાઇ ગજેરાના જમાઇના એક વર્ષ પહેલા લગ્ન થયા'તા : ઘેરો શોક છવાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૮: કોરોનાએ અનેક પરિવારના માળા વિખી નાખ્યા છે ત્યારે પોરબંદર સાંસદના ભત્રીજા આશાસ્પદ યુવા ઉદ્યોગપતિ સિનિયર પત્રકારનાં જમાઈનું કોરોનાના કારણે મોત નિપજતા પરિવાર શોકમગ્ન બનવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કૈલાશબાગ સોસાયટીમાં રહેતા અને શાપર ખાતે બાલકૃષ્ણ ફોર્જિંગ નામે કારખાનું ધરાવતા મહેક નાનુભાઈ ધડુક (ઉ.વ. ૩૦) પંદર દિવસ પહેલા કોરોના સંક્રમિત થતા ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ હતા તબિયત સુધારો પણ થવા લાગ્યો હતો પરંતુ ડીડાઈમર (લોહી ઘટ) થવા લાગ્યું હતું અને તેમાં લોહીના ગઠ્ઠા થવા લાગતા સારવાર કારગર નિવળી ન હતી કોરોના એ તેમનો ભોગ લીધો હતો. યુવા ઉદ્યોગપતિ મહેક ધડુક પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના કૌટુંબિક ભત્રીજા તેમજ ગોંડલના સિનિયર પત્રકાર કિશોરભાઈ ગજેરાના જમાઈ હતા એક વર્ષ પહેલાજ લગ્ન થયા હતા આશાસ્પદ યુવાનનું અકાળે નિધન થતા પરિવાર શોકમગ્ન થવા પામ્યો છે.

(12:03 pm IST)