સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

જામનગર જી.જી.હોસ્પિટલમાં પુરતો ઓકિસજન ફાળવોઃ આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ સેન્ટર ઉભા કરો

નાયબ મુખ્યમંત્રીને વિક્રમભાઇ માડમની રજુઆત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૮: ખંભાળિયા -ભાણવડના ધારાસભ્ય વિક્રમ માડમે નાયબ મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવીને જી.જી. હોસ્પિટલમાં ઓકિસજનનો પુરતો જથ્થો આપવા માંગણી કરી છે.

જામનગર જિલ્લામાં જી.જી.હોસ્પિટલ હાલમાં ૨,૨૦૦થી વધારે કોરોના દર્દી સારવાર લઇ રહેલ છે. જ્યાં જામનગરને ૫૦ મેટ્રીક ટન ઓકિસજનની જરૂરિયાત છે. તેની સામે ૪૫ મેટ્રીક ટન અને હવે ૪૦ મેટ્રીક ટન ઓકિસજન મળે છે. ૫ મેટ્રીક ટન ઓકિસજન ઘટાડેલ છે. તો કોરોના દર્દીઓના હિતમાં વધુ ઓકિસજન ફાળવવા માંગણી કરી છે.

આ ઉપરાંત જામનગર તાલુકાના સરપંચ મંડળે રજુઆત કરી છે કે, ગામડાઓમાં કોરોના ટેસ્ટ કરવામાં આવતો નથી અને કોઇ પ્રકારની વિઝીટ પણ આરોગ્ય ખાતા તરફથી થતી નથી. જામનગર તેમજ દ્વારકા બંને જિલ્લામાં પી.એચ.સી સેન્ટર પર ૧૦ -૧૦ બેડના કોવિડ સેન્ટર ઉભા કરવા વિક્રમભાઇ માડમે નાયબ મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવીને રજુઆત કરી છે.

(11:48 am IST)