સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

જસદણમાં મુસ્લિમ સમાજ દ્વારા ચાલતી કોવિડ હોસ્પિટલમાં અનેક દર્દીઓને સારવાર

જસદણ : મુસ્લિમ સમાજ દ્વારા સુન્ની મુસ્લિમ જમાત ખાના ખાતે કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે તા. ૧૬-૪-૨૦૨૧ ના રોજ શરૂ કરવામાં આવેલી આ હોસ્પિટલમાં જ્ઞાતિ-જાતિ ધર્મના ભેદભાવ વગર હિન્દુ-મુસ્લિમ સહિત તમામ દર્દીઓને વિનામૂલ્ય ઓકિસજન સહિતની સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં ઓકિસજન ધરાવતા ત્રીસ બેડની વ્યવસ્થા છે અત્યાર સુધીમાં કુલ ૭૯ દર્દીઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે જયારે ૧૫ જેટલા દર્દીઓને વધુ ગંભીર તકલીફ હોવાથી રાજકોટ કે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ડો.અફઝલ ખોખર સહિતની ટીમ તેમની સેવા ભાવનાને વંદન કરવા પડે તે રીતે સાચા અર્થમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે. આઉપરાંત જીવન જયોત હોસ્પિટલ ના ડો. રીંકલ સામાણી, ડો. કુશલ સામાણી દ્વારા બેન સર્કિટ સિસ્ટમથી દર્દીઓને સારવાર આપીને સ્વસ્થ કરવા માટે પૂરી તાકાતથી કામ કરી સેવા આપી રહ્યા છે. હોસ્પિટલમાં યુવા ઉદ્યોગપતિ ઈમરાનભાઈ હુસેનભાઇ ખીમાણી, રફિકભાઈ ગોગદા, રસિકભાઈ ગલિયાણી કમલવાળા, મજીતભાઈ ગાંધી, યુસુફભાઈ પરમાર, સાજીદભાઈ આરબ, ઉસ્માનભાઈ ગોગદા, આરિફભાઇ મેતર સિરાજભાઈ ડાયાતર સહિતની ટીમ દિવસ રાત સેવા આપી રહી છે. (તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી-જસદણ)

(11:40 am IST)