સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

જસદણની મોડેલ સ્કુલમાં કોવિડ કેર સેન્ટરનો કુંવરજીભાઇ બાવળીયા દ્વારા પ્રારંભ

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૮: તાજેતરમાં જ કુવરજીભાઈ બાવળીયા દ્વારા શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર-મોડેલ સ્કૂલ જસદણ ખાતે (૩૦ બેડ ઓકિસજન સાથે અને ૬ બેડ સામાન્ય)ચાલુ કરવામાં આવી છે.

કુંવરજીભાઇ બાવળિયાની દેખરેખ નીચે માનદ સેવામાં કુવરજીભાઈના પુત્ર અને નામાંકિત ડોકટર ડો.મનીષ બાવળિયા, ડો.રામાણી, ડો.કટેશીયા, ડો.વાવડીયા,ડો.વિરાજ ગોરવાડિયા, વગેરે સેવાઆપી રહ્યા છે. તેમજ આગેવાનો ધીરુભાઈ ભાયાણી ,પ્રેમજીભાઈ રાજપરા,(apmc ડીરેકટર,) હિરેનભાઈ સુગર ,દિપુભાઈ ગીડા, દુર્ગેશભાઈ કુબાવત,ઘનશ્યામભાઈ લાખાવડ વાળા, શામજીભાઈ ડાંગર,પ્રવીણભાઈ ઘોડકીયા, ડો.સંજયભાઈ સખીયા, કેતનભાઈ લાડોલા, સુરેશભાઈ જોશી,મેહુલભાઈ સંઘવી,સંજયભાઈ રાજપરા,લાભભાઈ કટેશિયા, વિજયભાઈ ચૌહાણ,મેબુબભાઈ પઠાણ,નિર્મલભાઈ ચાવડા,જાદવભાઈ માળવીયા,જયદીપ ચૌહાણ, પરેશભાઈ સોલંકી વગેરે સેવાકીય કામગીરી કરી રહ્યા છે. દાખલ થવા માંગતા દર્દીઓએ સિવિલમાંથી રિપોર્ટ બતાવી દાખલ થવાનું રહેશે.

(11:40 am IST)