સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ ૧૧ના મોત અને ૩૯૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા જ્યારે ૩૨૯ દર્દીઓ બન્યા કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૬,૫૯૧ કેસો પૈકી ૪,૫૧૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૮ :ભાવનગર જિલ્લામા નવા ૩૯૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૬,૩૯૧ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૮૨ પુરૂષ અને ૧૦૭ સ્ત્રી મળી કુલ ૨૮૯ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૧૪, દ્યોદ્યા તાલુકામાં ૭, તળાજા તાલુકામાં ૨૪, મહુવા તાલુકામાં ૭, વલ્લભીપુર તાલુકામાં ૧, પાલીતાણા તાલુકામાં ૩, સિહોર તાલુકામાં ૧૪, ગારીયાધાર તાલુકામાં ૧૮ તેમજ જેસર તાલુકામાં ૧૪ કેસ મળી કુલ ૧૦૨ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે

જયારે ભાવનગર શહેર ખાતે રહેતા પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ પાલીતાણા ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં બેલા ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં દેવળીયા ગામ ખાતે રહેતા એક દર્દી, વલ્લભીપુર ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં ઠળીયા ગામ ખાતે રહેતા એક દર્દી અને ગારીયાધાર ખાતે રહેતા એક દર્દી મળી કુલ ૧૧ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૨૫ અને તાલુકાઓમાં ૧૦૪ કેસ મળી કુલ ૩૨૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૬,૫૯૧ કેસ પૈકી હાલ ૪,૫૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:06 am IST)