સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th May 2018

લાઠીમાં તસ્કરોનો તરખાટ...એક જ રાતમાં ૫ સ્થળેથી ૮૨ હજારનો હાથફેરો

લાઠીઃ અહીંયા સેતા પાટી વિસ્તારમાં આવેલા જમજમ એપાર્ટમેન્ટમાં રાત્રીના સમયે એક સાથે પાંચ મકાનમાં તસ્કરો ત્રાટકી ૮૨૦૦૦ની ચોરી કરી પલાયન થઈ જતા સ્થાનિકોમાં ફફડાટ પ્રસર્યો છે. ચોરીના આ બનાવથી જમજમ એપાર્ટમેન્ટમાના લોકો પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા દોડી ગયા હતા. શહેરમાં છેલ્લા એક મહિનામાં ૧૦ ચોરીના બનાવ બનતા ફફડાટનો માહોલ છવાઈ જવા પામ્યો છે. લોકમુખે થતી ચર્ચાનુસાર તસ્કરો બંધ મકાનને ટારગેટ બનાવી રહ્યા છે ત્યારે ફરી કોઈ સ્થળે હાથફેરો થાય તે પહેલા સત્વરે રાત્રી પેટ્રોલીંગ શરૂ કરવામાં આવે તેવુ સૌ શહેરીજનો ઈચ્છી રહ્યા છે. તસ્વીરોમાં વિવિધ મકાનોમાં વેરવિખેર સામાન તથા પોલીસ સ્ટેશને દોડી ગયેલા લોકો દર્શાય છે (તસ્વીર-અહેવાલઃ કલ્પેશ ખેર-લાઠી)

(1:13 pm IST)