સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

જેતપુર શહેરમાં કોરોના સંક્રમણ તકેદારી ભાગરૂપે "સોશિયલ ડિસ્ટન્સ ," ભંગ અંગે કડક કાર્યવાહી કરાઈ

જેતપુર : કોરોના સંક્રમણ ને અટકાવવા સરકાર શ્રી દ્વારા પ્રજાલક્ષી પ્રયાસ થઇ રહ્યા છે.  "કોરોના" સામે લોકોની સુરક્ષા વધે તે સંદર્ભે માસ્કનો ઉપયોગ કરવો તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા  વખતો વખત લોકોને જાહેર અપીલ કરવામાં આવી રહી છે આ બાબત અંતર્ગત જેતપુર શહેરી વિસ્તારમાં  પણ તકેદારીના ભાગરૂપે જાહેર સ્થળો .બજારો. દુકાનો માં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થતો હશે તેવી  જગ્યાઓ ઉપર  વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી રાજેશ આલ સાહેબ ના  માર્ગદર્શન મુજબ મામલતદાર કચેરી  તેમજ  પોલીસ વિભાગ અને નગરપાલિકા જેતપુર ના સંયુક્ત ઉપક્રમે ટીમ બનાવી આજરોજ એમ.જી.રોડ મતવા શેરી બજાર વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવણી અંગે  ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં   સોશિયલ ડિસ્ટન્સ નું પાલન ન થતું હોય તેવી ત્રણ દુકાનો આજે બંધ કરાવેલ છે.   જેતપુર શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણ નો વ્યાપ વધે નહીં તેના તકેદારી ના ભાગ રૂપે આવતીકાલથી જેતપુર શહેરના દરેક વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ  જણાશે ત્યાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જેતપુર શહેર મામલતદાર વિજય કારીયા એ જણાવ્યું છે. અને જેતપુર ના  પ્રજાજનો  દુકાનદારો  કોરોનાં સંક્રમણ  અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ બાબતે સહયોગ આપે તેવી અપીલ વહીવટી તંત્ર દ્વારા મામલતદાર. તેમજ પીઆઇ જે.બી.કરમુર ચીફઓફિસર એ. કે . ગઢવી દ્વાર કરાય છે .

(7:18 pm IST)