સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

ધ્રોલ તાલુકા ના લતીપર ગામ ૭ દિવસ બપોર બાદ લોકડાઉન રહેશે: ગ્રામ પંચાયતનો નિર્ણય

દૂધની ડેરી સાંજના ૬ થી ૯ વાગ્યા સુધી ખુલ્લી રહેશે :મેડિકલ ૨૪ કલાક ખુલ્લું રાખી શકાશે

લતીપર ગામની જાહેર જનતાને જણાવવાનું કે હાલ કોરોનાની બિજો સ્ટ્રેન શરૂ થયો જેને લઈ ને લતીપર ગામ માં કોરોના ના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતી હોય.. કોરોના કેસની સંખ્યા ઘટાડો લાવવા માટે લતીપર ગ્રામ પંચાયત દ્વારા તારીખ ૮ /૪/ ૨૦૨૧ થી ૧૫/૪/૨૦૨૧ સુધી લતિપુરા ગ્રામ પંચાયતના દ્રારા લોકડાઉન રહેશે સંપૂર્ણ ગામ સવારથી બપોરના ૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે ત્યારબાદ લોકડાઉન પાલન કરવાનું રહેશે ત્યારબાદ બીજા દિવસે ઉપરોક્ત રાબેતા મુજબ નિયમ સમયે પાલન કરવાનું રહેશે
(૧)દૂધની ડેરી માટે ઉપરોક્ત સમય સાંજના ૬ થી ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની રહેશે (૨) મેડિકલ ૨૪ કલાક ખુલ્લું રાખી શકાશે (૩) તમામ વ્યક્તિઓને માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે તેવુ લતીપર સંપૂર્ણ ની યાદી મા જણાવ્યુ છે...

(6:27 pm IST)